Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મોરબીના સખી વન સ્ટોપ સેન્ટરે ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

મહિલા કંપનીમાંથી ચાલીને નીકળ્યા બાદ સરનામું નહિ મળતા સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખેલ

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી એક વૃદ્ધા મળી આવ્યા હોય જે પરિવારથી વિખુટા પડી ગયા હોય જેનું સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
  મોરબીના વિસીપરા કેશવાનંદ બાપુના આશ્રમ પાસેથી વયોવૃદ્ધ મહિલા રમીલાબેન પ્રતાપસિંગ સુમાસિંગ નાયક (ઉ.વ.૭૦) વાળા મળી આવ્યા હતા જેને અલીભાઈ દાઉદભાઈ માલાણી બી ડીવીઝન પોલીસ મથકે લાવ્યા હતા જેની પૂછપરછ કરતા વૃદ્ધા પોતાના દીકરા સૂરમાં પ્રતાપસિંહ સાથે કામે આવેલ હોય અને મહિલા કંપનીમાંથી ચાલીને નીકળ્યા બાદ સરનામું નહિ મળતા સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખેલ અને તેના પરિવારનો સંપર્ક કરતા દીકરા સૂરમાંભાઈ પ્રતાપભાઈ નાયિકા રહે હાલ લક્ષ્મીનગર બાયપાસ મોરબી મૂળ રહે મહીસાગર જીલ્લા વાળાને સોપવામાં આવ્યા હતા

(8:47 pm IST)