Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

પોરબંદરના અતિ સંવેદનશીલ કાંઠા ઉપર ડ્રગ્સ માફિયાઓ નેટવર્ક ગોઠવવામાં સક્રિય ?

દેશહિત માટે ડેન્જર અને ચાર્લીના સર્વે ઉપરથી સુરક્ષા મજબૂત બનાવવાનો ઈશારોઃ દેશદ્રોહી પ્રવૃતિ શરૂ કરવા ગદ્દારોની પુનઃ કાંઠા ઉપર નજર

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૯ :. અતિ સંવેદનશીલ દરિયાકાંઠા ઉપર પુનઃ દેશદ્રોહી પ્રવૃતિ ધમધમતી કરવા માટે ગદ્દારોની નજર મંડાય રહ્યાનું તેમજ કાઠા ઉપર ડ્રગ્સ માફિયાઓ નેટવર્ક ગોઠવવામાં સક્રિય હોવા તરફનો ડેન્જર ચાર્લીના સર્વે ઉપરથી ઈશારો થયો છે.

છેલ્લા ૪૦ વર્ષથી દેશ પ્રેમી પોરબંદર વિસ્તાર પર બાજનજર રાખતા ડેન્જર ચાર્લી અને પૂર્વ અને વર્તમાન જામનગર નવતર પામેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયા કિનારા ઉપર દેશપ્રેમથી આકર્ષાઈ રોબોટ રોઝીએ અત્યાર સુધી અત્યાર સુધીમાં જે કંઈ દેશદ્રોહી અને ગદ્દારોની પ્રવૃતિ સંબંધે જાગતા પ્રહરી તરીકે સેવા આપી રહ્યા છે.

આજે ભારત માં પોરબંદર નો દરિયા કિનારો ગલ્ફ માં જવા તેમજ આફ્રિકા ખંડ માં જવા તેમજ અન્ય રાષ્ટ્ર ને માં પણ જવા માટે કે પ્રવેશવા માટે પોરબંદર સેન્ટર પોઇન્ટ ઉપર છે. અને ગુજરાત નું નંબર ૧ પોરબંદર બંદર છે. રાજકીય દાવપેચ માં પોરબંદર અટવાય પડ્યું છે. સ્થાપિતિતો, દેશદ્રોહી અને ગદ્દારો સાથે કયાંક ને કયાંય પરોક્ષ અપરોક્ષ સાઠ ગાઠ થી સિન્ડિકેટ ચેનલ ગોઠવી છે સક્રિય રીતે ગોઠવી જીવંત રાખેલ છે. સુરક્ષા એજન્સીઓ કાર્યરત અને જાગૃતિ દાખવેલ છે. પરતું તંત્ર આ બાબતમાં બેધ્યાન હોઈ અને ગંભીર દેખાવ કરી રહેલ છે.  આજે કાશ્મીર નો મુદ્દો કાશ્મીર નો મુદ્દો અગત્ય નો ગણે છે. તે કરતા પણ ગંભીર બાબત દેશ ની સુરક્ષા ની છે. પાકિસ્તાની ખુફિયા અજેન્સી આઇ.એસ.આઇ નું નેટવર્ક જાણીતું છે. એના એજેંટો પણ પોરબંદર માં પથરાયેલ હોવા નો સરકાર પાસે જાણકારી છે. પરંતુ કિનારે પહોંચ્યા છતાં પણ પરિણામ લાવી શકતી નથી કયાંય ને કયાંય ચૂંટણી ફંડ નું  ચક્કર પણ કયાંય ને કયાંય ભુલભુલામણી માં અટવાયેલું જ છે. વાસ્તવિક રીતે પોરબંદર નાં ૧૦૫ કિલોમીટર સમુદ્ર કિનારા ની ભૂગોળ બદલાયેલી છે. દેશદ્રોહી અને ગદ્દારો સાથે અર્ધ પ્રભાવિત છે. તેવું ચિત્ર ખડુ કરે છે તેવો ઈશારો છે. હજુ પણ પોરબંદર અરબી સમુદ્ર ની ભૂગોળ બદલાશે કે બદલવા જઈ રહી છે. ધીમે ધીમે ગુજરાત નો અને સૌરાષ્ટ્ર નો પોરબંદર નો ૧૦૫ કિલોમીટર નો સમુદ્ર વિસ્તાર વર્તમાન પરિસ્થિતિ માં ગદ્દાર પ્રવૃત્ત્િ। માટે જીવંત ગણાય છે. અને ભવિષ્ય આ થી વધારે જીવંત બનશે તેવું એક ગણિત મંડાય રહ્યું છે. આશ્યર્ય નથી આજ દિન સુધી ખાલી દાણચોરો દેશદ્રોહી પ્રવૃત્ત્િ। માટે પોરબંદર ને પોતાનું સુરક્ષા છત્ર ગણે છે. સને ૧૯૮૫ થી સને ૧૯૯૪ સુધી પોલીસ ડાયરી અને કસ્ટમ ડાયરી ઇતિહાસ બતાવશે કે કેવી પ્રવૃત્ત્િ।ઓ થઇ આજે વર્તમાન સ્થિતિ એ ફરજ નિષ્ઠ અને ઝાંબાજ દેશપ્રેમી ફરજનિષ્ઠ અદ્રશ્ય બન્યા છે. અને કેટલાક વય મર્યાદા ના લીધે નિવૃત્ત્િ। લીધેલ છે. તો પણ કયારેક કયારેક નિવૃત્ત્િ। લીધે દેશપ્રેમી અધિકારીઓ ની અનુભવ અને તેની જાણકારી તેમજ તેના જ્ઞાન ની સેવા લેવાય છે. છેલ્લા દશકામાં જોઈએ તો સાગર સુરક્ષા એજન્સી કોસ્ટ ગાર્ડ એ જબરજસ્ત માદક પદાર્થ મધ્ય દરિયે થી ઝડપી લીધેલ અને ત્યારે પણ બે કન્સાઇનમેન્ટ પકડી પાડવા માં આવેલ જેની નોંધ સાગર સુરક્ષા નેવી પાસે અને સંબધિત પોલીસ માં કે કસ્ટમ માં ફરિયાદ સ્વરૂપે દાખલ થયેલી છે. એ સ્થિતિ શું બતાવે છે ? સરકાર કદી આની ચિંતા કરી હોઈ તેમ જણાતું નથી કે ગંભીર નોંધ લીધેલ નથી. પકડાયેલ જેતે સમયે વ્હેકલ નો નાશ થયેલ છે. હરાજી દ્વારા તેમાં પણ મોટા પ્રમાણ માં ડીઝલ મળી આવેલ આગળ જતા પેહલા સને ૧૯૫૬ થી ૧૯૮૪ સુધી નું નેટવર્ક સમય અંતરે સોનું, હથિયાર, ચાંદી, ઈલેકટ્રોનિક આઇટમ, ડીઝલ પેટ્રોલ કોભાડો ચર્ચા માં રહી ચૂકયા છે. પાયા માં હાજી હાજી તાલબ નું નેટવરક જામનગર થી પોરબંદર નાં ગોસાં બારા  સુધી જીવંત હતું જે આજ પણ જીવંત છે. જામનગર થી ગોસા સુધી અને કૌચિત બળેજ નાં સાગર કાઠા સુધી ચર્ચિત રહેલ છે. વર્તમાન પરિસ્થિતિ આજે સર્વશ્રેષ્ઠ સરકાર છે. તેવો દાવો નોંધાવે છે. તેવા નિવેદનો પણ ખોખલો બનાવી રહ્યા છે. તેમની પાસે રાજનીતિ રાજધર્મ ની દ્રષ્ટિ ટૂંકી હોઈ તેમ જણાય છે.

પોરબંદરનાં એકસો પાંચ કિલોમીટર ના ખુલા દરિયા પટ્ટી ની દેશ દ્રોહીઓ માટે કે ગદ્દારો માટે શિર છત્ર ગણાઈ છે અને ધીમે ધીમે તે સાકાર થઈ રહ્યું હોય તેવો ઈશારો બતાવે છે. હવે નાર્કોટિકસ ના ધંધા સાથે સંકળાયેલા ડ્રગ માફિયા ઓ નેટવર્ક ગોઠવવા માટે સક્રિય બન્યા હોઈ તેવો ઈશારો ચારે દેશપ્રેમી રોબર્ટ, રોઝી, અને ડેન્જર, ચાર્લી. નું સંકલન આશ્યર્ય અને પ્રશ્નાર્થ ઉદભવે છે.

આજ દિન સુધી સફેદ માદક પદાર્થ હેરોઇન તો કયારેક હસિસ કે કોકીન મેહમાન ની જેમ જાણતા અજાણતા હાજરી પુરાવતા હોવા નું ચંચુપાત ચર્ચિત છે. તાજેતર માં આ નેટવર્ક નો વ્યાપ રાણાવાવ સુધી પહોંચી ગયો હોવા ની ઈશારા થાય છે. જો કે રાણાવાવ તાલુકામાં રાણા કંડોરણા અને એક આઇર નું નામ હથિયાર વિગેરે હેરા ફેરી માં ચર્ચિત છે. જે એજેન્સી તેનો પૂર્વ પર્દાફાશ એક સ્વર્ગસ્થ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ અને જેતે સમયના અને હાલ નિવૃત પોરબંદર ના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને ત્યાર બાદ જે બન્યું તે કસ્ટમ ચોપડે, પોલીસ માં પણ દરજ થયેલ છે. જેમાંની કેટલીક હકીકત ગુપ્ત છે. એટલુજ નહિ કમલાબાગ પોલીસ ના રજીસ્ટર ૪૩૯૪ આજ ની તારીખે જીવંત છે. પોરબંદર ના એક ટ્રાન્સપોર્ટ નું નામ ચર્ચિત છે. હતું અને બનેલું અને ઊંડાણ થી તપાસ માં ત્રણ ટ્રુક બાબત ની ચર્ચા હતા. કુતિયાણાના પોલીસ સ્ટેશન માં પણ ફરિયાદ નોંધાયેલી છે.  વર્તમાન સ્થિતિ એ ઈશારો કરે છે થોડા દિવસ પહેલા રાણાવાવ પંથક માં એક બહાર ની તપાસનીસ ઉચ્ચ કક્ષા ની અજેન્સી તપાસમાં આવેલી અને પૂર્વ ટ્રાન્સપોર્ટ કંપની માં કામ કરતાના બાતમી આધારે રાણાવાવ થી તેમના પરિવાર એક સભ્ય ને નાર્કોટિકસ અંગે ની તપાસ અને પૂછ પરછ માટે અમદાવાદ તેડી ગયેલી કારણ કે આ શખ્સ ભારે નાર્કોટિકસ માટે ચર્ચિત છે. આગળ શું કાર્યવાહી થઇ તે બહાર આવ્યું નથી એટલી હકીકત ચર્ચિત બની છે કે ૬ એક માસ પેહલા કે આસ પાસ કાશ્મીર થી બે શખસો ચરસ નું મોટું કન્સાઇનમેન્ટ લઇ ને આવતા ઝડપાઈ ગયેલ તેની હજી ઊંડાણ પૂર્વક તપાસ ચાલુ છે. તે પગેરું પોરબંદર સુધી આવેલ અને રાણાવાવ તરફ યુ ટર્ન મારેલ.

ચર્ચિત હકીકત પ્રમાણે રાણાવાવના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને અને એક અન્ય શખ્સની પણ ચર્ચા છે. લોકરક્ષણ આપવામાં નબળી કસરત કરે છે. જયારે દેશ વિદેશ વસતા મિલકત ધારકો કે તેના વહીવટ કર્તાઓને આશ્વાસન આપી મિલકતનું રક્ષણ કરવા માટે છે ઉદાસીનતા છે. પાંચ પાંચ માળ સુધી ના આવી મિલકતો ઉપર જમીનદોસ્ત કરી મકાન બનાવ્યું હતું મકાનો બનાવી દીધા છે તેવી ચર્ચા છે પાલિકાએ પરવાનગી કેવી રીતે આપી ? આની ઉંડાણથી તપાસ થાય તો મોટું બહાર આવી શકે.

(1:45 pm IST)