Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ચોટીલા પંથકમાં ઉપરવાસના વરસાદથી અનેક કોઝ-વે ધોવાતા મુશ્કેલી

દર ચોમાસામાં પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓ થાય છે હેરાન પરેશાન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ઉપર વાસ વરસાદના પગલે અને ગામોના રસ્તાઓ ધોવાઇ જવા પામ્યા છે ઉલ્લેખનીય છે કે અમરેલી જસદણ વિછીયા તથા ઉપરવાસ વરસાદના પગલે ચોટીલાના નદી-નાળાઓ કરાઈ ચૂકયા છે જેને લઈને હાલમાં અમુક નદીઓ બે કાંઠે વહી રહી છે.

ચોટીલાના ફુલઝર ગામની નદી ઉપર આવેલ ક્રોઝવે પર પાણી ભરાઇ જતા હાલમાં ક્રોઝવે ધોવાઈ જવા પામ્યો છે જેને લઈને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જિલ્લાના ચોટીલા પંથકના જ ઝીંઝુડા ચિલોડા મોલડી પંથકમાં પણ સાર્વત્રિક ઉપર વાત વરસાદના કારણે રોડ રસ્તાઓ ધોવાઇ જવા પામ્યા છે જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસાના પ્રથમ વરસાદે જ સુરેન્દ્રનગર પંથકમાં સાર્વત્રિક વરસાદ ખાબકયો છે ચોટીલા વઢવાણ મૂળી સહિતના ગામમાં એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો છે પરંતુ ઉપરવાસ વરસાદ હોવાના કારણે ચોટીલામાં આવેલા નદી-નાળામાં પાણી આવ્યા છે અને અનેક ગામોના રોડ રસ્તા ખોવાઈ જવા પામ્યા છે અને અંદાજીત પાંચ ગામોના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ કરી ફુલજર ગામમાં નદી ઉપર આવેલો ક્રોજવે છે. તે ઉપર વાત વરસાદના કારણે પાણીમાં ગરકાવ બની જવા પામ્યો છે અને ધોવાણ થઈ જવા પામ્યું છે ત્યારે આજુબાજુના ગામના લોકોને ત્યાંથી પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(12:25 pm IST)