Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

બાબરા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કૌશિક ભરાડ નિમાયા

ભાજપ - કોંગ્રેસના જુઠા વચનો યાદ કરાવી શહેર સંગઠન મજબુત કરવા આહ્વાન

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૨૯ : બાબરા તાલુકામાં ગત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાંથી ઉભરી આવેલા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે યુવા કાર્યકર કૌશિકભાઈ નાનાલાલભાઈ ભરાડની પાર્ટી મોવડી દ્વારા નિમણૂક કરવામાં આવી છે.

કૌશિક ભરાડના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી સત્યના રાહ ઉપર સૌને સાથે રાખી ચાલનારી પાર્ટી તરીકે ઉભરી રહી છે. આવનારી વિધાનસભા ચૂંટણી સુધી બાબરા શહેર ના દરેક વોર્ડ માં આમ આદમી પાર્ટીના વિવિધ હોદેદારો સહિત ગુજરાત રાજય લેવલે પાર્ટી એજન્ડા અંગે પ્રચાર કરવા માં આવનાર છે

રાજયમાં ભાજપ કોંગ્રેસના શાશનમાં જુઠા વચનોની લાણી કરનારા અને વાયદા કરી તાઈફા કરનારા રાજકીય પક્ષ સામે જનતા જાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવશે સાથો સાથ શહેરના વિકાસ માટેના પ્રશ્ન અંગે એક સંકલન ટીમ બનાવી આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કામગીરી આગળ વધારવા નવનિયુકત પ્રમુખ કૌશિક ભરાડ દ્વારા આહવાન થયું છે.

તેમના દ્વારા પૂર્વ સમયમાં ખેડૂત પાક વીમા ચૂકવવા, રોડરસ્તા નવીનીકરણ, ડીઝલ પેટ્રોલ ભાવ વધારો પાછો ખેંચવા સહિત લોક સુખાકારી માટેની રજુઆત રાજય સરકાર સુધી કરી ચુકયા છે.

તેમની નિમણૂકને આવકારવા મિત્રો સ્નેહી વિગેરે વર્તુળ મો. ૯૯૧૩૧ ૩૮૦૮૦ ઉપર અભિનંદન વર્ષા આપી રહ્યા છે.

(11:25 am IST)