Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

સરહદી ખાવડા પંથકમાં ૧૦૦ કિલો ગૌ માંસ ઝડપાયું : કતલખાનામાંથી ઘાતક હથિયાર સાથે એક ઝડપાયો : ૪ ફરાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૯:  ખાવડા પોલીસે સરહદી કોટડા ગામે ધમધમતું ગૌ હત્યાનું કતલખાનું ઝડપી પાડ્યું છે. પીએસઆઈ જે.પી. સોઢા અને સ્ટાફે સીમમાં બાવળની ઝાડીઓ વચ્ચે દરોડો પાડી મોડજી કાસમ સમા નામના શખ્સને ૧૦૦ કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડયો હતો.

અહીં ચાલતા ગેરકાયદે કતલખાનામાંથી પોલીસે ૨ કુહાડી, ૩ ધારદાર છરા જેવા ઘાતક હથિયારો ઝડપી પાડયા હતા.

જયારે ગેરકાયદે કતલખાનું ચલાવતાં અન્ય ચાર આરોપીઓ રશીદ હારુન સમા, અબ્દરેમાન ઉર્ફે બોડો કાસમ સમા, અલાના ઇશાક સમા, હસન તૈયબ સમા નાસી છૂટયા હતા. પોલીસે ૮૬૫૦નો મુદ્દામાલ જપ્ત કરી ગૌ હત્યા કરનાર કસાઈઓ વિરૂધ્ધ વિવિધ કલમો તળે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:24 am IST)