Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મોરબી સિવિલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમ્યાન મૃત્યુ : વાલીવારસની શોધખોળ

કોઈને પત્તો લાગે તો એ ડિવિઝન પોલીસ મથક-૦૨૨૮ ૨૨૩૦૧૮૮ જાણ કરવા અનુરોધ

મોરબી સિવિલ હોસ્પિટલમાં આશરે ૫૬ વર્ષના અજાણ્યા પુરુષને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અજાણ્યા પુરુષનું ગત તા.૨૪ ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસમાં આ અજાણ્યા પુરુષની હાલના તબક્કે ઓળખ મળી નથી. આથી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
દરમિયાન આ અજાણ્યા પુરુષના વાલી વારસનો કોઈને પત્તો લાગે તો એ ડિવિઝન પોલીસ મથક-૦૨૨૮ ૨૨૩૦૧૮૮ અથવા હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ ગોહિલ-૯૧૦૧૮ ૪૦૧૬૯ ઉપર જાણ કરે તેવી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ઇન્પેભાઈ કટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(9:53 pm IST)