Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જામનગરમાં કોરોનાના વધુ પાંચ કેસ અને જિલ્લાના ત્રણ સહીત કુલ આઠ કેસ નોંધાયા

જામનગરના પવનચક્કી,રણજીતનગર,ગુલાબનગર, દિગ્વિજય પ્લોટ અને ખંભાળીયા નાકા પાસે રહેતા વ્યક્તિ તેમજ ધ્રોલના બે અને કાલાવડમાં એક કેસ નોંધાયો : સત્તાવાર જાહેરાત હવે થશે

જામનગર ; જામનગરમાં કોરોના કેડો મુકતો નથી ,આજે જામનગર શહેરમાં વધુ પાંચ અને જિલ્લામાં ત્રણ સહીત કુલ આઠ કેસ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે આજે જે આઠ કેસ પોઝિટિવ આવેલ છે જેમાં ધ્રોલના બે કેસ અને કાલાવડ નો એક કેસ મળી કુલ આઠ કેસ પોઝિટિવ આવેલ છે જેમાં   56 વર્ષીય પુરુષ( રહે, કાલાવડ) ,14 વર્ષીય કિશોર( રહે, ધ્રોલ) 41 વર્ષીય પુરુષ ( રહે, ધ્રોલ) 26 વર્ષે યુવાન * રહે પવન ચક્કી જામનગર) 74 વર્ષીય પુરુષ ( રહે, રણજીત નગર જામનગર) 53 વર્ષે પુરુષ ( રહે,ગુલાબ નગર જામનગર અને એક પુરુષ ખંભાળિયા નાકા પાસે સોની વાડી ઉંમર આવી નથી તેમજ 32 વર્ષીય યુવાન ( રહે, દિગ્વિજય પ્લોટ નંબર 63 જામનગર) છે સત્તાવાર જાહેરાત હવે થશે

 

(12:00 am IST)