Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વિંછીયામાં વધુ એક કોરોના પોઝીટીવ.કેસ : 60 વર્ષીય મહિલાને કોરોના વળગ્યો : તંત્રમા દોડધામ

  વિંછીયાનાં અમિનાબેન ઇકબાલભાઇ ઉ.વર્ષ 60 ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

   અમિનાબેનની ગઇકાલે તબીયત નરમ હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આજે સવારે તેમનો કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝીટીવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(6:39 pm IST)