Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સર્વિલ કરતી

જેતલસર જંકશનની યુવતી કોરોના પોઝિટિવ ઘરના ૧૫ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરાયા

જેતલસર,તા.૨૯: જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી જેતલસર જંકશનની એક યુવતીને કોરોનનો રિપોર્ટ પોઝિટિવ આવતા સંબંધિત જેતલસર, જેતપુરનું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે.

ગોંડલના ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલ, જેતલસર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.પૂજા હિરપરા, ડો.નિલેશ કાછડીયા તેમજ જેતપુર તાલુકા હેલ્થ ઓફિસર કુલદીપ સાપરીયા સહિતની ટીમે જણાવ્યા મુજબ જેતલસર જંકશનના ખોડિયાર પરા વિસ્તારમાં રહેતી અને જૂનાગઢથી ત્રિમૂર્તિ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી શીતલબેન દીપકભાઈ ચાવડા નામની ૨૩ વર્ષીય યુવતીનો ગઈકાલે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવાતા તેમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

દરમિયાન જેતલસર, જેતપુરના આરોગ્ય તંત્રએ ખોડિયાર પરા વિસ્તારમાં દોડી જઈને શીતલના અન્ય ૧૫ પરિવારજનોને હોમ કવોરેન્ટાઇ કરાયા છે. બીજીબાજુ ડો. નિલેશ કાછડિયાએ કહ્યું હતું કે આજથી ત્રણ દિવસ પહેલા પણ ત્રિમૂર્તિ હોસ્પિટલમાં અન્ય બે લોકોને કોરોના પોઝિટિવ આવતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

તેમણે વધુમાં કહ્યું કે, જેતલસરમાં કોરોનાઅને વધુ ફેલાતો અટકાવવા અસરગ્રસ્ત યુવતીના ઘરવાળી શેરી, મહોલ્લાને ચારે બાજુથી પતરાની આડશ ઉભી કરીને બંધ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.(

(12:59 pm IST)