Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વઢવાણ તાલુકામાં ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા તંત્રના અધિકારીઓ મક્કમ

આકસ્મિક ચેકીંગ દરમિયાન રોયલ્ટી ભર્યા વગર લોડ ડમ્પર ઝડપાયુ

વઢવાણ,તા.૨૯ : સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરી વઢવાણ સાયલા ચોટીલા અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિપુલ પ્રમાણમાં કુદરતી ભંડારની સ્વરૂપે ખનીજ તત્વો મળી આવે છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માં ભોગાવો નદીમાં વિપુલ માત્રામાં વરસાદ બાદ રેતી મળી આવે છે ત્યારે ખાસ કરી આ ભોગાવો નદી લીમડી સાયલા અને અનેક ગ્રામ્ય વિસ્તારોને જોડી રહી છે.

 નદી માંથી વિપુલ પ્રમાણમાં રહેતી અને ખનીજ તત્વો મળી આવતા અનેક ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે જેસીબી અને હિટાચી મશીન દ્વારા રોજ ના અનેક ટ્રેકટરો રેતી ના ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રીતે ફરી રહ્યા છે ત્યારે વિપુલ પ્રમાણમાં રહેતી મળી આવતી હોવાથી સરકારને પણ કરોડો રૂપિયાની રોયલ્ટી આવક થઈ રહી છે ત્યારે બીજી તરફ ખનીજ માફિયાઓ વગર રોયલ્ટી અને વગર પરવાનાઓ થી જિલ્લાની નદીઓમાં થી રેતી ભરી રહ્યા છે..

 સતત આવી ખનીજ ચોરી સામે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગે લાલ આંખ કરી છે અને ઠેર ઠેર જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે વઢવાણ તાલુકામાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતાં વાહનોની આકસ્મિક ચકાસણી હાથ ધરતાં રોયલ્ટી વિનાનું ઓવર લોડ ડમ્પર રૂ.૩૦,૧૧,૭૦૦/-ના મુદ્દામાલ સાથે વાહન જપ્ત કરી પોલીસને સોંપી આપેલ છે, વધુ કાર્યવાહી માટે જરૂરી રિપોર્ટ ખાણ ખનીજ કચેરીને કરવામાં આવસે એવું હાલ જાણવા મળી રહ્યું છે.

 આગામી સમયમાં પણ પ્રશાસન વિભાગ દ્વારા સૂચનાઓ આપીને આવા રોયલ્ટી વગર પસાર થતા વાહનો રોકી અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

(12:52 pm IST)