Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગોંડલમાં એસ.ટીના કોરોના વોરિયસનું સન્માન

ગોંડલઃગોંડલ એસ ટી ડેપો ખાતે લોકડાઉન ના સમય દરમિયાન સુરત, અમદાવાદ તેમજ દાહોદ ના મુસાફરો ને પોતાના વતન પહોંચાડવા માટે એસ ટી બસો દોડાવવામાં આવી હતી. કોરોના ની આવી વિકટ પરિસ્થિતિમા પણ એસ ટી ના કર્મચારીઓ દ્વારા પોતાની તેમજ પરિવાર ની ચિંતા કર્યા વિના રાત-દિવસ બસો દોડાવીને મુસાફરોને પોતાના પરિવારજનો સાથે વતન પહોંચાડ્યા હતા. તેમની આ કામગીરી ને બિરદાવવા માટે રાજકોટ ખાતે આવેલ બોલબાલા ટ્રસ્ટ દ્વારા તેમનું કોરોના વોરિયસ તરીકે વિશિષ્ટ સન્માન કરી તેમને જુસ્સો વધે તે માટે સન્માન પત્ર આપી તેમની કામગીરી ને બિરદાવવામા આવી હતી. જેમા બોલબાલા ટ્રસ્ટ ના વિજયભાઈ ભટ્ટ, અશોકભાઈ શેખડા, રમણીકભાઈ સાકરીયા, ગીરીશભાઈ રાવલ, યશવંતભાઈ રાવલ તેમજ ગોંડલ એસ ટી ડેપો મેનેજર જે આર અગ્રવાત, તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.(તસવીર હરેશ ગણોદીયા ગોંડલ )

(11:57 am IST)