Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

બગસરામાં બ્રહ્મકુમારીઝ દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન

બગસરામાં : બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસનું સંક્રમણ જેવી ભયંકર બીમારી ફેલાય રહી છે ત્યારે તેની સામે આ લડાઈમાં આપણા ડોકટરો, સફાઈ કર્મચારી, પોલીસકર્મી, મીડિયાકર્મી રાત- દિવસ પોતાની સેવાઓ આપી રહ્યા છે આ  કોરોના યોદ્ઘાઓનું સન્માન બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્રના સંચાલીક બ્ર. કુ. રસિલાદીદીના હસ્તે કરવામાં આવેલ.  પી.આઈ. એચ.કે. મકવાણા તથા પોલીસ કર્મીઓનું સન્માન કરી પ્રસાદ આપેલ તે તસ્વીર.

(11:54 am IST)