Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જામનગરમાં પેટ્રોલ -ડિઝલના ભાવ વધારાનો નવતર વિરોધઃ કોંગ્રેસના કાર્યકરો કાર દોરડા વડે ખેંચીને કલેકટર કચેરીએ પહોંચ્યા

જામનગરઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરી રહેલી કોંગ્રેસના કાર્યકરો આજે કાર દોરડા વડે ખેંચી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જયાં વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યા પહેલા જ વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આ વિરોધ દરમિયાન મહિલા કોંગ્રેસ કાર્યકરોએ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બંગડીઓ ફેંકી પણ વિરોધ કર્યો હતો. (અહેવાલઃ મુકુદ બદિયાણી)( તસ્વીરોઃ કિંજલ કારસરીયા જામનગર)

(12:53 pm IST)