Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અષાઢી આઠમે માતાના મઢમાં વર્તાયો ધમધમાટઃ શ્રદ્ઘાળુઓ ઉમટ્યા

કોરોનાના કકળાટ પછી લોકડાઉન અને અનલોકના આટાપાટા ભૂલી ભાવિકોએ 'મા'ના ચરણે ઝુકાવ્યું શીશ

ભુજ, તા.૨૯: લાંબા સમયથી કોરોનાની મહામારીએ સર્જેલા ભયને પગલે હજીયે લોકોમાં ચિંતાનો માહોલ છે. જોકે, સરકાર લોકડાઉન હળવું કરીને અનલોક તરફ આગળ વધી રહી છે. ત્યારે શ્રદ્ઘાળુઓ પણ કોરોનાનો કકળાટ ભૂલી પોતાની જિંદગીને થાળે પાડવા મથી રહ્યા છે. ગઈકાલે લાંબા સમય બાદ કચ્છના તીર્થધામ માતાના મઢમાં શ્રદ્ઘાળુઓનો ધમધમાટ વર્તાયો હતો. અષાઢી આઠમ સાથે રવિવાર હોઈ ભાવિકો મોટી સંખ્યામાં દર્શને ઉમટ્યા હતા અને શ્રદ્ઘા પૂર્વકમાં આશાપુરાના ચરણે પોતાનું શીશ ઝુકાવ્યું હતું. જોકે, અહીં કોરોનાની સાવચેતીની અસર સેનિટાઈઝર અને સોશ્યલ ડિસ્ટનિંગ દ્વારા વરતાઈ હતી.

(11:51 am IST)