Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોરોના મહામારીમાં વાંકાનેરના ખેડૂતે અતિવૃષ્ટિમાં મળેલી સહાય સરકારને પરત કરી

મોરબી તા. ૨૯ : સમગ્ર વિશ્વ હાલ કોરાના મહામારીનો સામનો કરી રહ્યો  છે. ત્યારે ભારત દેશમાં પણ આ મહામારીએ માથું ઊંચકયું છે. અને કોરોના માટેની જંગ માટે સરકારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે નાના મોટા સહુ કોઈ યોગદાન આપી રાષ્ટ્રપ્રેમ દર્શાવી રહ્યા છે. ત્યારે અતિવૃષ્ટિમાં મળેલ સહાયની રકમ પરત કરી ખેડુતે પોતાનું યોગદાન આપી માનવ તરીકે માનવને મદદરૂપ બનવા ખેડુતે ઉત્ત્।મ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

જેમાં વાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતા અને લુંણસરિયા ગામના ખેડુત રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને અતિવૃષ્ટિ સમયે સરકાર તરફથી સહાયરૂપે મળેલ રૂપિયા ૧૩,૫૦૦ અને તેમાં પોતાના ૧૦૦૧ ઉમેરી કુલ રૂપિયા ૧૪૫૦૧નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી દીધી છે.

અંતમાં રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આવી વિપરીત પરિસ્થિતિને સરકાર પહોંચી વળી જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બની શકે તે માટે મને મળેલ સહાય સરકારશ્રીને પરત કરેલ છે. અને ૨૧ દિવસના લોકડાઉનમાં હુ મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું તેટલી મારી પાસે રકમ છે. સરકારશ્રી જરૂરીયાતમંદ લોકોને- હોસ્પિટલોમાં મદદરૂપ બને. અને અતિવૃષ્ટિના સમયે સરકારની સહાય પર નિર્ભર ખેડુતની મજાક બનાવી દીધી છે. જેથી આ દેશનો ખેડુત જરૂર પડયે રાષ્ટ્રહિત માટે પોતાનું યોગદાન આપી પણ જાણે છે એ દ્રષ્ટાંત પુરૂ પાડવા પ્રયત્ન કર્યો છે. ત્યારે ખેડુતના આ તેમના કાર્યની ચારે તરફ પ્રશંસા થઇ રહી છે.

(11:49 am IST)