Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અયોધ્યા રામમંદિર ભૂમિપૂજન માટે મોરબીના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરાયા

મોરબી,તા.૨૯ : અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરી અયોધ્યા પહોંચાડી રહ્યા છે જે અંતર્ગત મોરબીમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા આજે મોરબીના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરવામાં આવી હતી

આજે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને કાર્યકરોએ મંદિરોમાંથી માટી અને જળ એકત્ર કર્યું હતું મોરબીના શકત શનાળા ગામે આધ્યા શકિત મંદિરે ગંગાજળી વાવમાંથી પવિત્ર જળ, નાની વાવડી કબીર આશ્રમ ખાતેથી જળ અને માટી તેમજ ભકિતનગર સર્કલ ઉમિયા આશ્રમમાંથી પણ પવિત્ર જળ અને માટી લેવામાં આવી હતી જે અયોધ્યા પહોંચાડાશે

પવિત્ર જળ અને માટી એકત્ર કરતી વેળાએ સંસ્થા અગ્રણી રામનારાયણ દવે, હસુભાઈ ગઢવી, કમલભાઈ દવે, પંકજભાઈ બોપલીયા, ભાવિકભાઈ ભટ્ટ, પરેશભાઈ તન્ના, જીતુભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)