Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોટડાસાંગાણીના અરડોઇમાં બે સગી બહેનો ઉપર દુષ્કર્મ ગુજારનાર કાકો-ભત્રીજો પોલીસના સકંજામાં

રૂત્વીક ખંભાયતા રે. સતાપર અને ભાવેશ ખંભાયતા રે. નવાગામનો કોવીડ ટેસ્ટનો રીપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે

 કોટડાસાંગાણી, તા. ર૭ :  તાલુકાના અરડોઇ ગામે બે સગી બહેનો ઉપર છરીની અણીએ દુષ્કર્મ ગુજારનાર કાકા અને ભત્રીજાને પોલીસે સકંજામાં લઇ લીધા છે. બન્નેનો કોવીડ ટેસ્ટનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસની ધરપકડની કાર્યવાહી કરનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ રૂત્વીક મહેશભાઈ ખંભાયતા રહે સતાપર તા.કોટડાસાંગાણી અને  ભાવેશ ડાયાભાઈ ખંભાયતા રહે નવાગામ રામપરા તા.કોટડાસાંગાણી વાળાઓ બંને કૌટુંબિક કાકા ભત્રીજાએ અરડોઈ ગામની બે સગી બહેનો પર છેલ્લા પાંચ મહીનાથી ભોગ બનનારના ઘરે રાત્રીના જઈ  છરીની અણીએ ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતા હતા.જો યુવતીઓ કોઈ આનાકાની કરે તો તેમના માતા પીતાને મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારતા હતા. ભોગ બનનાર યુવતીઓ પૈકિ એક યુવતી સગીર હોઈ જે મામલે પોલીસે ૩૭૬(૨એન) ૫૦૬(૨) ૧૧૪ જીપીએકટ કલમ ૧૩૫  તથા પોસ્કો એકટની કલમ ૬ મુજબની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. 

આરોપીઓ ભોગ બનનારના દુરના સગા હોઈ જેથી તેઓના ઘરે છએક માસ પુર્વે ગયેલા હોઈ ત્યારે યુવતીઓને જોઈ હોઈ ત્યારબાદ બંને નરાધમોની નજર બગડી હતી ત્યારબાદ રાત્રીના તેમના ઘરે જ ઈ યુવતીઓને ધાક ધમકી આપી મોબાઈલ દઈ તેમની સાથે વાત કરવાની ફરજ પાડી ત્યારબાદ તેઓના દ્યરે જ ઈ અવાર નવાર દુષ્કર્મ ગુજારતા હતા. બનાવ અંગે સીપીઆઈ કે એન રામાનુજ તપાસ હાથ ધરી દુષ્કર્મ ગુજારનાર કાકા અને ભત્રીજાને ઝડપી લીધા હતા. પકડાયેલ રૂત્વીક અને ભાવેશનો કોવીડ ટેસ્ટનો રીપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

(11:45 am IST)