Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવામાં પોઝીટીવ કેસ નોંધાતા ચિંતા

કોટડાસાંગાણી, તા. ર૯ : કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામમાં ધનજીભાઇ વેકરીયા (ઉ.૭૪) કોરાનાનો પોઝીટીવ કેસ નોંધાયો. હાલમાં તેઓ ગુરૂવારે સુરતથી વેકેશન માણી પરત આવતા તેઓ બીમાર રહ્યા હતાં. ગોંડલ સીવીલ હોસ્પિટલમાં સારવાર કરી હાલત વધારે કફોળી બનતા રાજકોટ ખસેડાયા હતાં. ગત શનિવારે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને એરીયો સેનેટરાઇઝ કરી એ એરીયો સીલ કર્યો હતો.

આ ઘટના સ્થળે ઉપર આરોગ્ય ખાતામાંથી રામાણી, મામલતદાર શ્રી જાદવ, ટીડીઓ હિંગળાજીયા, સરપંચ પ્રવિણસિંહ અને પીએસઆઇ ચૌહાણ, તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ હોત.

(11:45 am IST)