Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભાવનગરમાં કોરોનાના વધુ ૩ પોઝીટીવ કેસઃ કુલ કેસ ર૪પ

ભાવનગર તા.ર૯ : ભાવનગર શહેરમાં આજે સવારે વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. જીલ્લાનો કુલ પોઝીટીવ આંક વધીને ર૪પ થયો છે.

ભાવનગરમાં કોરોના વાયરસે ભરડો લીધો હોય તેમ રોજ રોજ કેસો વધી રહયા છે. આજે સોમવારે સવારમાં ત્રણ કેસ નોંધાાવ પામ્યા છે.

શહેરનાં રૂપાણી સર્કલ પાસે બાબાભાઇની ચાલી પ્લોટને ૧૬૩માં રહેતા ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ૮૪૮ -  ઇ માં રહેતા અમિતસિંહ પ્રતાપસિંહ વેગડ (ઉ.વ.૪ર)  તથા, શહેરનાં કાળીયાબીડ પટેલ પાર્ક શેરી નં.ર પ્લોટ નં.૪૬૯૦માં રહેતા જીવરાજભાઇ કાનજીભાઇ ઇટાલીયા (ઉ.વ.૬૪) નાં રીપોર્ટ પોઝીટીવ આવતાં હોય ને સરટી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.

આજના સવારના ત્રણ કેસથી ભાવનગર જીલ્લાના કુલ પોઝીટીવ આંક વધીને ર૪પ થયો છે. ભાવનગરનાં અત્યારસુધી ૧પ૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયો છે અને ૧૩નાં મોત નીપજયા છે. હવે હોસ્પીટલમાં ૭ર દર્દીઓ સારવારમાં રહયા છે.

(11:43 am IST)