Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

માંડવીના બસ સ્ટેશનમાં બેભાન હાલતમાં મળેલ મહિલાનું મોત

ભુજ,તા.૨૯: કચ્છના માંડવી શહેર મધ્યે બસ સ્ટેશનમાં બેભાન હાલતમાં મળી આવેલ ૫૦ વર્ષીય મહિલાનું મોત નીપજયું છે.

 પોલીસના જણાવ્યા પ્રમાણે ગઈકાલે બપોરે આ મહિલા બેભાન હાલતમાં મળી આવ્યા બાદ તેમને ૧૦૮ દ્વારા ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ, ભુજમાં સારવાર મળે તે પહેલાંજ આ મહિલાનું મોત નીપજયું હતું.

 મૃતક મહિલાનું નામ રમીલાબેન જોગી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. મોતનું કારણ જાણવા પીએમ. સહિત વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(11:43 am IST)