Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમરેલી જીઆઇડીસીની ગટર સાફ કરતી વેળાએ અચાનક ગેસ ગળતરથી બે યુવકોના કરૂણમોત

મૃતક મહેશભાઈ અને લાલજીભાઈની લાશને અમરેલી સિવિલ હોસ્પિટલે પીએમ માટે મોકલાયા

અમરેલી : શહેરમાં આવેલી જીઆઈડીસીની ગટર સેફ્ટી ટેન્ક સાફ કરતી વખતે 2 યુવકના મોત નિપજ્યા છે જાણવા મળ્યા મુજબ  ગટર સાફ કરતી વખતે અચાનક ગેસ ગળતર થતા 2 લોકોના મોત નીપજ્યાં છે. હાલ મૃતકોની લાશને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

મૃતકના નામ. મહેશભાઈ (ઉ,વ, 21 ) અને . લાલજીભાઈ ( ઉ,વ,  23 0 હોવાનું જાણવા મળે છે

(10:36 pm IST)