Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ગોંડલમાં મારામારીના બે બનાવ

રાજકોટ, તા. ૨૮ :. ગોંડલમાં મારામારીના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

પ્રથમ બનાવમાં ગોંડલ પુનિતનગર શેરી નં. ૭ મા રહેતા ગોવિંદ રવજીભાઈ ગોંડલીયા ઉપર ઉમવાળા રોડ પાસે વાલાભાઈ, લલુભાઈ, મેહુલભાઈ, રેખાબેન તથા અન્ય એક શખ્સે ગેરકાયદેસર મંડળી રચી ગોવિંદભાઈ તથા તેના સાથેના સાહેદને માર માર્યો હતો. સાહેદને નાકમાં કડુ લાગતા ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ફરીયાદી તથા સાહેદ પોતાના ખેતરમાં જાજરૂ કરવા ન આવે તે માટે આરોપીને સમજાવવા જતા પાંચેયે હુમલો કર્યો હતો.

બીજા બનાવમાં ગોંડલ ભગવતપરામાં રહેતા કાનજી ઉર્ફે બીપીન દિનેશભાઈ ભોજાણી ઉંમર વર્ષ ૧૯ને ભગવતપરામાં જ રહેતા કાર્તિક કીરીટભાઈ મકવાણા, ઋત્વિક, જીજ્ઞેશ, ચેતન અને યતીશ સહિતનાઓએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૨૦૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ જમાદાર વિશાલભાઈ ગઢાદરાએ હાથ ધરી હતી.

(11:48 am IST)
  • દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશને ૬ લોકોના એક જૂથે 'દેશ કે ગદ્દારો કો, ગોલી મારો' જેવા સ્લોગન સૂત્રોચ્ચાર કર્યા હતા : આ તમામની પોલીસે ધરપકડ કરી લીધી છે : આ સૂત્રોચ્ચારની વિડીયો કલીપ ભારે વાયરલ થઈ હતી access_time 5:20 pm IST

  • રાજદ્રોહ કેસ પર જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયાકુમારે કેજરીવાલ સરકારનો માન્યો આભાર : ટ્વીટ કરીને કહ્યું દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે આ કેસની ગંભીરતાથી લ્યે : ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી ટ્રાયલ થાય અને કાનૂનની અદાલતમાં ન્યાય સુનિશ્ચિત કરાઈ access_time 1:03 am IST

  • અમેરીકામાં કોરોના વાયરસ વધુ ૨ને વળગ્યો : વોશિગ્ટન સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે કે નવા બે કોરોના વાયરસના કેસ મળી આવ્યા છે. એક મહિલા તાજેતરમાં દક્ષિણ કોરીયા ગયેલ અને પરત આવી હતી તેને અને એક સ્કુલના બાળકને કોરોના પોઝીટીવ આવેલ છે. સ્કુલને સેનીટાઇઝેશન માટે બંધ કરી દેવાઇ છે. access_time 11:28 am IST