Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ગોંડલના લુણીવાવમાંથી ગુમ પરિણીતાને શોધી પરિવાર સાથે મીલન કરાવતી પોલીસ

રૂરલની એન્ટીહ્યુમન ટ્રાફીકીંગના પીએસઆઇ ટી.એસ.રીઝવીની ટીમે પરિણીતાને શોધી કાઢી

રાજકોટ, તા.૨૮: ગોંડલના લુણીવાવ ગામમાંથી સાત વર્ષથી ગુમ પરિણીતાને રૂરલ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે શોધી કાઢી પરિવાર સાથે મીલન કરાવ્યુ હતું.

મળતી વિગત મુજબ ગોંડલના લુણીવાવ ગામમાં રહેતી અરૂણા નામની યુવતી સાત વર્ષ પહેલા ગોંડલના બસ સ્ટેશનમાંથી ગુમ થયાની ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધ થઇ હતી. દરમ્યાન રૂરલ એસપી બલરામ મીણાએ જીલ્લામાં ગુમ તથા અપહરણ થયેલા વ્યકિતઓને શોધી કાઢવા માટે સૂચના આપતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના પી.એસ.આઇ.ટી.એસ. રીઝવી તથા એ.એસ.આઇ. જગતભાઇ તેરૈયા, કોન્સ મયુરભાઇ વીરડા, મનીષાબેન ખીમાણીયા તથા મુળરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે સાત વર્ષથી ગુમ અરૂણા રાજેશભાઇ સુખડીયા (ઉ.વ.૨૫)ને ગાંધીનગરના રાજપુર (સાથ્રા) ગામેથી શોધી કાઢી પરિવાર સાથે મીલન કરાવ્યુ હતું.

(3:51 pm IST)