Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

પોરબંદર તાલુકાના શીશલી ગામે રહેતા રાણાભાઇએ આપઘાત કરી લેતા, આપઘાત કરવા મજબુર કરવાના આરોપી વિક્રમભાઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન અપાયા

પોરબંદર : તાલુકાના શીશલી ગામે રહેતા રાણાભાઇએ આપઘાત મજબુર કરવાના આરોપી વિક્રમભાઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન અપાયા છે.

વિગતવાર માહિત મુજબ પોરબંદર તાલુકાના શીશલી ગામે રહેતા રાણભાઇ મુરૂભાઇ ઓડેદરા આપઘાત કરી લેતા અને તે અનુસંધાને કચરાભાઇ મુરૂભાઇ ઓડેદરા દ્વારા બગવદર પોલીસ સ્ટેશનમાં રાજુ ભીમા મોઢવાડયા તથા વિક્રમ મેરામણભાઇ મોઢવાડીયા સામે ફરીયાદ લખાવેલી હતી. અને જણાવેલ હતું કે તા. ર૩-૦પ-ર૦ર૧ ના રોજ ગુજરનારને બંને આરોપીઓને ધમકી આપેલી હતી. અને મોબાઇલના સ્ટેટસમાં ધમકીનો મેસેજ લખેલો હતો. અને તેના કારણે તા. ૩૦-પ-ર૦ર૧ ના રોજ રાણાભાઇ મુરૂભાઇ ઓડેદરા એ આપઘાત કરી લીધેલો હોય તેવી ફરીયાદ કરતા પોલીસ દ્વારા બન્ને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલા હતા.

જેલમાંથી આરોપી વિક્રભાઇ મેરામભાઇ મોઢવાડીયા દ્વારા તેમના હાઇકોર્ટના એડવોકેટ આશિષભાઇ ડગલી તથા પોરબંદરમાં એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે જામીન અરજી કરતા અને દલીલમાં જણાવેલ કે, ખેરખર હાલના આરોપીએ ગુજરનાર તેમજ ફરીયાદી તેમજ અન્ય સાક્ષીઓ સામે અગાઉ માર મારવાની ફરીયાદ લખાવેલી હોય અને તેથી તેનો ખાર રાખી હેરાન કરવાના ઇરાદે હાલની ખોટી ફરીયાદ કરેલી હોય એટલું જ નહીં કહેવાતા તા. ર૩-૦પ-ર૦ર૧ ના બનાવ સંબંધે કોઇ ફરીયાદ દાખલ થયેલ નથી અને મોબાઇલના સ્ટેટસમાં કોઇ વસ્તુ રાખવાથી કે, અન્ય કોઇને ઇફેકટ થતી નથી. અને તે રીતે અગાઉની ફરીયાદનું મનદુઃખ રાખી ખોટી ફરીયાદ કરેલ હોવાની વિગતવાર દલીલ કરતા અને ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલું હોય અને આરોપી નાશી ભાગી જાય તેમ ન હોય તેવી વિગતવાર દલીલ કરતા નામદાર હાઇકોર્ટ દ્વારા શરતોને આધીન આરોપી વિક્રમભાઇ મોઢવાડીયાને જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામાં આરોપી વિક્રમભાઇ મોઢવાડીયા વતી હાઇકોર્ટના એડવોકેટ આશિષભાઇ ડગલી, તથા પોરબંદરમાં ભરતભાઇ લાખાણી તથા નવઘણ જાડેજા રોકાયેલા હતા.

 

(11:05 pm IST)