Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની ઓફિસનું ઉદ્ઘાટન : અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટની કારોબારી યોજાઈ

મંત્રી વાસણભાઈ આહીર અને રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈ ઉપસ્થિત

મોરબીમાં આજે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની ઓફીસનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી વાસણભાઈ આહીરના હસ્તે કરવામાં આવ્યું હતું જે પ્રસંગે રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

  ઉદ્ઘાટન ઉપરાંત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની કારોબારી પણ યોજાઈ હતી જે વેળાએ ઉપસ્થિત રહેલા મંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં ટ્રાન્સપોર્ટરોએ પણ દવાથી લઈને વિવિધ જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા યોગદાન આપ્યું હોય જે કામગીરીને બિરદાવવા માટે કારોબારીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલીસીના વખાણ કરી પ્રદુષણ રોકવા સરકાર ચિંતા કરતી હોય અને યોગ્ય કદમો ઉઠાવતી હોવાનું જણાવ્યું હતું
જયારે રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે વર્ષો સુધી જોડાયેલા રહેલા વાસણભાઈને ગુજરાત સરકારમાં સ્થાન અપાયું જેઓએ ટ્રાન્સપોર્ટ વ્યવસાયના વિકાસ માટે સાર્થક કદમો ઉઠાવ્યા છે તો મોરબી સિરામિક ઉદ્યોગના વખાણ કરીને રાજસ્થાનથી રો મટીરીયલ્સ આવતા હોય જેનું ટ્રાન્સપોર્ટશન મોટા પાયે થતું હોય અને રાજસ્થાનનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય મોરબીના સિરામિક ઉદ્યોગને કારણે વધુ વિકસ્યો હોવાનું જણાવ્યું હતું
 જે પ્રસંગે સાંસદ મંત્રી વાસણભાઈ આહીર, રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈ ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:22 am IST)