Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન હેઠળ રમતા જુગરીઓ ઝડપાયા

પોરબંદર : જીલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબુદ કરવા માટે જુનાગઢ રેન્જ ડી.આઇ.જી  મનીંદર પ્રતાપસિંહ પવાર  તથા પોલીસ અધિક્ષક  રવીમોહન સૈની  દ્વારા મળેલ સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  જે.સી.કોઠીયા ના માર્ગદર્શન મુજબ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.  એસ.એ.સોલંકી તથા પો.હેડ.કોન્સ. સી.જી.મોઢવાડીયા તથા પો.કોન્સ. હોથીભાઇ અરજનભાઇ, ભરતભાઇ ભનુભાઇ, પોપટ વીરમભાઇ લોકરક્ષક અનોપસીંહ ભાવુભા * વિગેરે સ્ટાફ ના માણસો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા  તે દરમિયાન વિજય ખીમાભાઈ ને  ખાનગી રાહે બાતમી મળેલ કે ખાપટ નાગદેવતાના મંદીર પાસે ગલીમા જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતી રોનપોલીસ નામનો હારજીત નો જુગાર રમતા કુલ-૪ ઇસમોને રોકડા રૂપીયા તથા ગંજીપત્તાના પાના સાથે મળી આવતા ધોરણસર અટક કરી મજકુર ઈસમો પાસેથી ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ.૬,૧૬૦/- સાથે મળી આવતા મજકુર તમામ ઈસમો વિરૂધ્ધ જુ.ધા. ક. ૧૨ મુજબ ઉદ્યોગનગર પો.સ્ટે. મા ગુન્હો રજી કરવામાં આવેલ છે.

(9:16 pm IST)