Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

કચ્છનાં ગાંધીધામની નેકસેસ કલબમાં હાઇ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશઃ ૧પ વેપારીઓ રર.૩૯ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા

ભુજ તા. ર૮ :.. કચ્છ બોર્ડર રેન્જ આઇજી હસ્તકા આર. આર. સેલ.એ ગાંધીધામમાં હાઇપ્રોફાઇલ જૂગારધામનો પર્દાફાશ કરી શહેરના ૧પ વેપારીઓને દોઢ લાખની રોકડ સહિત કુલ રર.૩૯ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા છે. બાતમીના આધારે આર. આર. સેલ.ના પીએસઆઇ જી. એમ. હડીયા અને તેમના સ્ટાફે સિંધુભુવનમાં આવેલી નેકસેસ કલબમાં ચાલતી જૂગાર કલબ પર દરોડો પાડયો હતો.

પોલીસે ૧પ૦૭૦૦ ની રોકડ રકમ, ૮૮પ૦૦ ની કિંમતના ૧૮ મોબાઇલ ફોન અને ર૦ લાખની કિંમતના વિવિધ કાર-દ્વિચક્રી વાહનો મળી કુલ રર લાખ ૩૯ હજાર ર૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને પોલીસ મથકે લઇ જવાયાં ત્યારે તેમણે આબરૂ સાચવવા માટે પોતાના ચહેરા છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ત્રિભુવનભાઇ શંકરભાઇ પંડયા, અનિરૂદ્ધસિંહ બહાદુરસિંહ જાડેજા, અરવિંદભાઇ રાજીભાઇ પરમાર, કમલ રામચંદ્ર શિવદાસાણી, અકબર રજાકભાઇ મુનશી, નાશીરમામદ હાફીજ, પ્રમોદભાઇ રાધેશ્યામ બંસલ, નરેશભાઇ હઠીરામ સરાફ, કાર્તિક હોરિપદા સરકાર, ધર્મેન્દ્ર દોલતભાઇ છાસટીયા, દેવરાજ શંભુભાઇ ચાવડા, હમીરભાઇ વાલજીભાઇ આહીર, સુરેશ ભીખાભાઇ આહીર, શામજી સવાભાઇ આહીર અને શામજી માદેવા બવાનો સમાવેશ થાય છે. (પ-ર૪)

(11:42 am IST)