Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

માણાવદરમાં દલિત યુવાનની છરી ઝીંકીને હત્યાની કોશિષ

બે શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ

જૂનાગઢ તા. ર૮ :.. માણાવદરમાં સાંજે બે શખ્સો દલિત યુવાનની છરી ઝીંકીને હત્યાની કોશિષ કરીને નાસી જતાં સનસનાટી મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે, માણાવદરમાં બહારપરા વિસ્તારમાં રહેતો વિમલ શાંતીલાલ સોંદરવા (ઉ.ર૪) નામનાં દલિત યુવાનનાં ઘર પાસેથી બે દિવસ અગાઉ સાજીદ ઉર્ફે સબો મલેક નામનો શખ્સ મોટર સાયકલ પર ધુમ સ્પીડે નીકળ્યો હતો.

આથી વિમલે સાજીદને બાઇક ધીમી ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. દરમ્યાનમાં ગઇકાલે સાંજે મહાદેવીયા મંદિરથી લાયન્સ સ્કુલનાં તરફ જવાના રસ્તે વિમલ અને સાજીદ તેમજ તેનો સાગ્રીત બ્રિજેશ ભરત કણસાગરા ભેગા થઇ ગયા હતાં.

જેમાં અગાઉના મનદુઃખથી સાજીદ ઉર્ફે સબોએ બોલાચાલી કરી અને ઉશ્કેરાઇ જઇને વિમલ ઉપર છરી વડે હૂમલો કર્યો હતો અને બ્રિજેશે ઢીકાપાટુનો માર માર્યો હતો.

બાદમાં બંને જણા ધમકી આપી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને નાસી ગયા હતાં.

આ હૂમલામાં વિમલને છાતીનાં ભાગે ગંભીર ઇજા થતા વિશેષ સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવેલ.

પોલીસ બંને શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશીષનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ ડીવાયએસપી એચ. એમ. જાડેજા ચલાવી રહ્યા છે. (પ-૧૮)

(10:50 am IST)