Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ખેતી બેંકમાં જુનાગઢના ડોલરભાઇ કોટેચા બિનહરીફ ડિરેકટર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૮: ગુજરાત રાજ્ય સહકારી બેંકની તારીખ ૨૬/૦૭/૨૦૨૧ના બપોરે ૧ કલાકે સીટી ડેપ્યુટી કલેકટર અને ચૂંટણી સત્તા અધિકારી ખેતી બેંક શ્રી દેસાઈના અધ્યક્ષ સ્થાને બોર્ડ ઓફ ડિરેકટરની મીટીંગ મળેલ હતી.જેમાં  ખેતી બેંક અમદાવાદના ડિરેકટર તરીકેની ચૂંટણી યોજવામાં આવેલ જેમાં ઉમેદવારી ડોલરભાઈ.વી.કોટેચાએ કરેલ તેમની દરખાસ્ત બરોડા ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન અતુલભાઇ પટેલ એ કરેલ  જેને ટેકો મહેસાણા ડીસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલે આપેલ. માત્ર ડોલરભાઈ કોટેચાનું એક જ ફોર્મ આવતા તેઓને બિન હરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલ આમ ડોલરભાઈ કોટેચા ખેતી બેંકના બિનહરીફ ડાયરેકટર ચૂંટાયેલા જાહેર થયા છે જે સમાચાર મળતા જ સમગ્ર ગુજરાતમાંથી અભિનંદનની વર્ષા તેમના પર થયેલ છે. 

(12:55 pm IST)