Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વરજાંગ જાળીયા પાસે ૨૫ ટન બેલા ભરેલ ટ્રક ઝડપાયો

રેવન્યુની કામગીરી : મામલતદારનો સપાટો : ગેરકાયદેસર પથ્થર હોવાથી ડ્રાઇવર પલાયન

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા,તા.૨૮ : મામલતદારે તેમજ ટીમ દ્વારા રેવન્યુની કામગીરી દરમિયાન ઉપલેટાના વરજાંગ જાળીયા ગામ પાસેથી ૨૫ ટન ગેરકાયદેસર બેલા પથ્થર ભરેલા એક ટ્રકને ઝડપી પાડેલ રૂપિયા ૮.૫૦/- લાખનો મુદ્દામાલ સીઝ કરીને ટ્રકને ઉપલેટા પોલીસ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મામલતદાર ગોવિંદજી મહાવદિયા, સર્કલ ઓફિસર રામભાઈ કંડોળીયા તેમજ રેવન્યુ તલાટી મહેશભાઈ કરંગીયા રેવન્યુની ફિલ્ડ વર્કની કામગીરીમાં હતા તે દરમ્યાન વરજાંગ જાળીયા ગામ પાસે આવેલ પિકઅપ સ્ટેન્ડ પાસે એક ટ્રક જી.જે. ૨૫ એ. ૭૨૭૫ ની તપાસ કરતા બેલા પથ્થરનો ૨૫ ટનનો જથ્થો મળી આવતા ડ્રાઈવર ટ્રક મૂકી નાસી જતા મામલતદારે ૮.૫૦/- લાખનો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(11:46 am IST)