Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

મોરબીના ભરતનગર પાસે ટ્રકની ઠોકરે મધ્યપ્રદેશના યુવાનનું મોત

રાજકોટ તા. ૨૮: મોરબીના ભરતનગર પાસે રસ્તો ઓળંગી રહેલા એમ. પી.ના યુવાનનું ટ્રકની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું છે.

મધ્યપ્રદેશ રહેતો ભરતસિંહ ગોકળસિંહ રાજપૂત (ઉ.૨૩) ગત રાત્રે મોરબી ભરતનગર પાસે ચાલીને રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કોઇ ટ્રકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજાઓ થતાં મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ વહેલી સવારે ચારેક વાગ્યે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે મોરબી  તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

 

(10:49 am IST)
  • કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST

  • CBSE ધોરણ 10નું પરિણામ આજે બપોરે ૪ વાગ્યે થશે જાહેર : cbseresults.nic.in, cbse.nic.in અને results.nic.in વેબસાઈટ પર પરીણામ જોઈ શકાશે access_time 8:30 am IST

  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST