Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

જામનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ : ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ

ગ્રામ્ય વિસ્તારમાં 507 કેન્દ્ર પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ

જામનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ ઇવીએમ મશીન સીલ કરી દેવાયા છે જામનગર ના ગ્રામ્ય વિસ્તારમાં 507 કેન્દ્ર પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતાં પોલિંગ સ્ટાફ દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમ સીલ કરાયા છે આગામી મંગળવાર સુધી આ ઈવીએમ મશીનો સીલ રહેશે. અને મતગણતરી દરમિયાન લોકોએ કોને જનાદેશ આપ્યો છે તે જાહેર થશે.(તસવીરો: કિંજલ કારસરીયા,જામનગર)

(10:08 pm IST)
  • પોરબંદરના ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયા અને તેમના ધર્મપત્નીએ મતદાન કર્યું હતું. access_time 2:51 pm IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાડવા ઈચ્છતો નથી પરંતુ લોકો માસ્ક નહિ પહેરે તો મજબૂરીથી લાદવું પડશે : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચેતવણી : લોકો જો કોવીડના નિયમોનું પાલન નહીં કરે અને માસ્ક નહિ પહેરે તો લોકડાઉન લગાડવું પડશે access_time 11:31 pm IST

  • કચ્છ: રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે પોતાના ગામ રતનાલ (અંજાર) મધ્યે કર્યું મતદાન, કચ્છના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં મતદાન માટે ઉત્સાહ, શહેરી વિસ્તારમાં મતદારો નિરુત્સાહ access_time 2:50 pm IST