Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ચોટીલા જીલ્લા/તાલુકા અને પાલિકાની ચંૂટણી માટે ભાજપની સેન્સ

જીલ્લા પંચાયતમાં ૨૫, તાલુકા માટે ૭૫ : શહેરમાં સૌથી વધુ વોડ ૪ માં ૧૪ દાવેદારો

ચોટીલા તા. ૨૮ : ચોટીલા પંથકની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. શહેર કક્ષાએ નિરીક્ષક તરીકે વાઘજીભાઇ ચૌહાણ, ભાવેશભાઇ મકવાણા, સુરેખા બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા

નગર પાલિકાના ૬ વોર્ડમાં ૨૪ ઉમેદવારો સામે ૪૬ લોકોએ લડવા ઇચ્છા દર્શાવી દાવેદારી રજુ કરી છે જેમા સૌથી વધુ વોર્ડ નં.૪માં ૧૪ લોકોએ માગણી કરતા અચંબો ફેલાયેલ છે.

ગ્રામ્ય કક્ષાએ નિરીક્ષક તરીકે ચંદ્રશેખરભાઇ દવે, પી. કે. પરમાર અને મંજુલાબેન ધાડવી હાજર રહ્યા હતા જેઓની સમક્ષ ૪ જીલ્લા પંચાયત ની સીટ માટે ૨૦ જેટલા ઇચ્છુકોએ અને ૧૮ તાલુકા પંચાયત ની બેઠક માટે ૭૦ જેટલા લોકોએ લડવા માટે ની ઈચ્છા રજુ કરી દાવેદારી નોંધાવી છે.

સૌથી વધુ તાલુકાની ઢોકળવા અને જીઝૂંડા સીટ માટે લડવા ઇચ્છુક એ માગણી વ્યકત કરેલ છે. પાર્ટી દ્વારા હાથ ધરાયેલ આ પ્રક્રિયા માટે એક ફોર્મેટ ફોર્મ ભરીને આપવું ઇચ્છુકો માટે ફરજીયાત હતું જેમા અનેક કોલમો નવા બદલતા યુગના રાજકારણમાં નોંધનીય બનેલ છે.

(11:27 am IST)
  • દિલ્હીમાં ગાઢ ધુમ્મસઃ કડકડતી ઠંડી access_time 3:00 pm IST

  • સમરસ કોવિડ સેન્ટર બંધ કરવાનો કલેકટરનો નિર્ણય : કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થતા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને સમરસ કોવિડ કેર સેન્ટર બંધ કરવાનો નિર્ણય લીધો access_time 11:25 am IST

  • ૪ ફેબ્રુઆરીએ ઓવૈસી ગુજરાતમાં : AIMIMના અધ્યક્ષ અસદુદીન ઓવૈસી ૪ ફેબ્રુઆરીએ ગુજરાત આવે તેવી શકયતાઃ અમદાવાદ અને ભરૂચ સહિતના જીલ્લાઓની મુલાકાત લેશેઃ પ્રદેશના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે. access_time 3:00 pm IST