Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જામનગરમાં મોંઘવારી-અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજયવ્‍યાપી દરેક વિધાનસભા માં મંદી મોંઘવારી અને અગ્નિપથ યોજના ના વિરોધ માં ધરણા-પ્રદર્શનના ભાગરૂપે જામનગર ની ૭૭ વિધાનસભા માં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા ની આગેવાની માં અહિંસક અને શાંતિપૂર્વક ધરણા-વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કેન્‍દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્‍યાર શાહી વલણ ને લીધે પ્રજા ત્રસ્‍ત બનેલી છે, પ્રજા વીજળી, મોંઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્‍યાઓ થી ઘેરાયેલી છે જયારે બીજી બાજું નવયુવાનો માટે કેન્‍દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે જેના કારણે દેશભરમાં નવયુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે ત્‍યારે હંમેશાની જેમ સત્‍ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી, નવયુવાનો વિરોધી નિર્ણયો સામે પ્રજાના અવાજ બુલંદ કરે છે.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, ૭૭ વિધાનસભા ના પ્રભારી ચિરાગસિંગ, ગુજરાત કિસાન કોંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, જિલ્લા સંગઠન મંત્રી પ્રદીપસિંહ વાળા, જામનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉપેન્‍દ્રસિંહ જાડેજા, અંકિતભાઈ ઘાડીયા, હરુણભાઈ પલેજા, ધ્રોલ શહેર પ્રમુખ અદનાન જન્નર, જિલ્લા મંત્રી અનૌપસિંહ જાડેજા, માઈનોરિટી ના પ્રમુખ ઇકબાલભાઈ સુમરા, જિલ્લા પંચાયતના સદસ્‍ય પ્રભાતભાઈ જાટીયા, તાલુકા પંચાયતના વિરોધપક્ષ નેતા ઇસ્‍માઇલભાઈ ખીરા, જિલ્લા ઉપપ્રમુખ દાઉદભાઈ, પી.આર જાડેજા, જિલ્લા મંત્રી ચેતનભાઈ મોરી, અમિતભાઇ સોનગરા, અનિલભાઈ વાઘેલા, અફઝલભાઈ, દિનેશભાઇ કંબોયા તથા જિલ્લા/તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો, કાર્યકરો બોહળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃકિંજલ કારસરીયા,જામનગર)

(1:59 pm IST)