Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સુરેન્‍દ્રનગરમાંથી ડુપ્‍લીકેટ ચલણી નોટોના જથ્‍થા સાથે ૪ ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૭ : સુરેન્‍દ્રનગર માંથી ભારતીય બનાવટ ની  ડુપ્‍લીકેટ નોટો ના જથ્‍થા સાથે ૪ ઈસમો ઝડપાયા છે.  સુરેન્‍દ્રનગર SOG  પોલીસે બહુચર હોટલ નજીક થી ૪ ઇસમોને ૫૦,૧૦૦,૨૦૦ ની ડુપ્‍લીકેટ નોટો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવા માં આવી છે.
હજુ પણ આરોપીઓ પાસે થી વધુ ડુપ્‍લીકેટ નોટો મળી આવાની શંકા છે.  તમામ ઝડપાયેલ આરોપીઓના કોર્ટ માં રિમાઇન્‍ડ માંગવા ની તજવીજ પણ પોલીસે હાથ ધરી.. ૫૦ રૂપિયા ના ૩૬ અને ૧૦૦ રૂપિયા ની ૩૦ અને ૨૦૦ રૂપિયા ની ૬૦ ડુપ્‍લીકેટ નોટો સાથે ૪ શ્‍યામ અશોક ઝાલા, તલબદ કોળી ઉમ .૨૨, ધર્મેશ મકવાણા ત.કોળી ૨૨ નોકરી, પિયુષ શાહ ૪૦ ઝડપાયેલા આરોપીઓને હાલમાં સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત તેમજ ડીવાયએસપી  એચ.પી.દોશી તેમજ એસ.ઓ.જી શાખાને એલ.સી.બી સહિતનો પોલીસ સ્‍ટાફ હાલમાં તપાસ માં જોડાયો છે હજુ પણ ઘણી વિગતો બહાર આવે તેવી સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે ત્‍યારે હાલમાં ત્રણેય આરોપીઓના રિમાન્‍ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

(3:58 pm IST)