Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કચ્‍છના સામખીયાળી ટોલ નાકા પાસે દારૂ સહિત ર૪.૪૧ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૭ : બોર્ડર રેન્‍જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા સરહદી રેન્‍જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયા પૂર્વ કચ્‍છ, ગાંધીધામની સુચનાથી પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.એન. રાણા એલ.સી.બી. નાઓની સુચનાથી આગેવાનીમાં એલ.સી.બી.ટીમ કોમ્‍બીંગ નાઇટ પેટ્રોલીંગમાં હતી  પેટ્રોલીંગ દરમ્‍યાન સામખીયાળી ટોલનાકા પાસે હરદેવસિંહ ચનુભા પરમાર ઉ.ર૩ રહે. જુના દેવળીયા તા. હળવદ જી. મોરબીની ધરપકડ કરી છ.ેજયારે વિજય જયંતીભાઇ પટેલ રહે. જુના દેવળીયા તા. હળવદ જી. મોરબી નાશી છુટયો હતો.

પોલીસે અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્‍ડ બોટલો ૧૯પ૯ કિ. રૂા. ૮,૪૮, ૧૬૦-બિયર ટીન નંગ ૮૩૩ કિ. રૂા.૮૩,૩૦૦ કુલ રૂપિયા ૯,૩૧,૪૬૦ નો દારૂ આઇશર વાહન નં. જી.જે.૦૩-બીવાય-૧૪પ૧ કિ. રૂા.૧પ,૦૦,૦૦૦, મોબાઇલ ફોન નં. ૧ કિી. રૂા.૧૦૦૦૦ કુલ કિ. રૂા. ર૪,૪૧,૪૬૦ મુદ્દામાલ જપ્ત કર્યો છ.ે

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્‍સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છ.

(3:52 pm IST)