Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મોરબી ખાતે જીલ્લાના નોન ટેકનીકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે ઇન્ડકશન કેમ્પ યોજાયો : પ કોલેજ જોડાઇ

શિક્ષણ વિભાગ દ્વારા શરૃ કરાયેલ ઇનોવેશન કલબ અંતર્ગત

 

 

રાજકોટ, તા. ર૭ ઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેકનીકલ વિધાશાખાના વિધાર્થીઓની જેમ જ નોન-ટેકનીકલ વિધાશાખા આર્ટસ,કોમર્સ અને સાયન્સના વિધાર્થીઓ પણ પોતાના ઇનોવેટીવ વિચારો ઇનોવેટીવ વે થી શો-કેસ કરી શકે અને જેના દ્વારા સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપમા રુચિ વધે તેવા શુભ આશયથી શરુ કરવામા આવેલ ઇનોવેશન કલબ અંતર્ગત મોરબી જીલ્લા કક્ષાના એકદિવસીય ઉનાળુ ઇન્ડકશન કેમ્પનુ આયોજન જી.જે.શેઠ કોમર્સ કોલેજ મોરબી ખાતે તા.૨૫ ને બુધવાર સવારના ૮.૩૦ કલાકથી બપોરના ૪.૦૫ કલાક દરમ્યાન કરવમા આવેલ હતુ. આ કેમ્પમા મોરબી જીલ્લાની કુલ ૫ બિન-સરકારી અનુદાનિત કોલેજના કુલ ૨૪ વિધાર્થીઓ અને ૫ અધ્યાપકોએ ખુબ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. ઉચ્ચ શિક્ષણ કમિશનર  એમ.નાગરાજન (ત્ખ્લ્), અધિક ઉચ્ચ શિક્ષણ કમિશનર નારાયણ માધુ (ઞ્ખ્લ્)ના માર્ગદર્શન અને તેમના સહયોગથી આ કેમ્પનુ સફળતાપુર્વક આયોજન કરવામા આવેલ હતુ.

કેમ્પમા કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી જીલ્લો રાજ્કોટના આચાર્યા ડો.નિલાબેન એસ. ઠાકર કે જેઓની મોરબી જીલ્લાની ઇનોવેશન કલબના ડીસ્ટ્રીકટ નોડલ ઓફિસર તરીકે નિયુકિત થેયેલ છે તેઓ, પડધરી કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો.અશ્વિનકુમાર પરમાર,મતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ મોરબીના આચાર્ય ડો.જી.એલ.ગરમોરા , સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઇ એસ.મહેતા તથા કારોબારી સભ્ય દેવાંગભાઇ દોશી ઉપસ્થિત રહ્યા હતા.

ડીસ્ટ્રીકટ નોડેલ ઓફિસર ડો.નિલાબેન એસ.ઠાકર દ્વારા ઇનોવેશન કલબ અને ઇન્ડકશન કેમ્પ વિશે વિસ્તૃત માહીતી આપતા જણાવ્યુ કે  ટેકનીકલ વિધાશાખાના વિધાર્થીઓની જેમ જ નોન-ટેકનીકલ વિધાશાખા આર્ટસ કોમર્સ અને સાયન્સના વિધાર્થીઓ પણ પોતાના ઇનોવેટીવ વિચારો ઇનોવેટીવ વે થી શો-કેસ કરી શકે જેના દ્વારા સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપમા રુચિ વધે તેવા આશયથી ઇનોવેશન કલબની રચના કરવામા આવી છે. ઇનોવેશન કલબનો મુળભુત હેતુ જ ઇનોવેટીવ સોલ્યુશન ટુ લોકલ પ્રોબ્લેમ બાય લોકલ યુથ ઇન લોકલ લેંગ્વેજ છે. વધુમા ઇનોવેશન કલબ એ કોઇ અભ્યાસક્રમ નથી પરંતુ એક પેડાગોજી છે જે કોઇપણ વિધાશાખામા લાગુ પાડી શકાય. અંતમા તમામ વિધાર્થીઓને ઇનોવેશન કલબની તમામ પ્રવ્રુતિમા ઉત્સાહપુર્વક ભાગ લઇ વધુને વધુ ઇનોવેશન ને લગતી પ્રવ્રુતિ કરે તે માટે યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ.

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ઞ્શ્થ્ઘ્બ્લ્વ્) ગાંધીનગરના માસ્ટર ટ્રેનર કુ.શોભા મહેતા દ્વારા ઇનોવેશન કલબ અંતર્ગતની બેઝીક ઇલેકટ્રોનીક કીટ, મીકેનીકલ કીટ, એનર્જી ક્ન્ઝર્વેશન કીટ, વી.આર.ગ્લોબ કીટ, ટીલીસ્કોપ કીટ, મેકાટ્રોનીક કીટ, એડવાન્સ સાયન્સ કીટ, એડવાન્સ ઇલેકટ્રોનીક કીટ, એગ્રીટેક કીટ ડ્રોન કીટ વગેરે જેવી ખ્ફુર્રુીઁણૂફૂ ઝ્રં-ત્દ્દ-ળ્ં્યશ્વસ્નફૂશ્રશ્ ધ્જ્ઞ્દ્દસ્ન ખુબ જ અસરકારક અને વિસ્તૃત રીતે ડેમોંન્સ્ટ્રેશન કરી કીટ્સ વિશે ઉંડાણપુર્વકની માહિતી આપવામા આવી જેથી વિધાર્થીઓ ઝ્રત્ળ્ ધ્જ્ઞ્દ્દસ્ન ના ઉપયોગ અંગે માહિતગાર થાય અંતમા કેમ્પ વિશેના પ્રતિભાવો મેળવી રાષ્ટ્રગાન સાથે કેમ્પનુ સમાપન કરવામા આવ્યુ.

(1:38 pm IST)