Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

તુ ચોરી કેમ કરે છે ? જેતપુરના નવાગઢમાં યુવાન ઉપર પ શખ્‍સોનો છરીથી હુમલો

મજુરી કામ કરતા વિનોદભાઇ મકવાણા પાસેથી રૂપિયા લૂંટી લઇ ધમકી આપી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૭ : જેતપુરની નવાગઢમાં તુ ચોરી કેમ કરે છે ? તેમ કહી પાંચ શખ્‍સોએ છરી વડે હુમલો કરી રૂપિયા લૂંટી લઇ ધમકી આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના નવાગઢ વિસ્‍તારમાં રહેતો વિનોદભાઇ ગોવાભાઇ મકવાણા ગઇકાલે મજુરી કામ કરી રાત્રીના ઓટા ઉપર સુતા હતા ત્‍યારે એક શખ્‍સે ત્‍યાં આવી તારી પાસે રૂપિયા હોય તેટલા આપી દે નહિતર મારી નાખીશ તેવી ધમકી આપતી પોતાના પાસે રહેલ રૂા.૧૦૦ આપી દીધેલ તે દરમ્‍યાન કાલા કલરના એકસેસ મોટરસાયકલ ઉપર બે અજાણ્‍યા શખ્‍સોએ આવી તુ ચોરી કેમ કરે છે. તેમ કહી ગાળો આપી ઢીકા પાટુનો માર મારવા લાગતા વિનોદભાઇ ત્‍યાંથી બચી ભાગી ગયેલ ત્‍યાંથી નવાગઢ ચોકડી પાસે પહોંચતા એકસેસ મોટર સાયકલ ઉપર બે શખ્‍સો તેમજ હોન્‍ડીઆઇન ઉપર ત્રણ શખ્‍સોએ આવી તુ ચોરી કરે છે. લાવ બીજા રૂપિયા તેમ કહી મુંઢમાર મારવા લાગેલ એક શખ્‍સ ઝપાઝપી કરી છરી વડે હુમલો કરતા લાગી જતા લોહી નીકળતી તેથી રાડો પાડતા પાંચે શખ્‍સો નાસી ગયેલ.

વિનોદભાઇને તેના પરીવારજનો સારવાર માટે હોસ્‍પીટલે ખસેડતા પોલીસે તેની ફરીયાદ પરથી પાંચ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩૯૭, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર) ૧૧૪, મુજબ ગુન્‍હો નોધી તપાસ હાથ ધરી છે.

(1:37 pm IST)