Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કલ્‍યાણપુરમાં સગીરાના અપહરણ સબબ રાવલના શખ્‍સ સામે ફરિયાદ

  (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૭ : કલ્‍યાણપુર તાલુકાના રાવલ વિસ્‍તારમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષ ૭ માસની વયની સગીર પુત્રીને કરાવલ ખાતે રહેતો કમલેશ જેન્‍તીભાઈ વાઘેલા નામનો શખ્‍સ લલચાવી-ફોસલાવીને બદકામ તથા લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરીને પરિવારજનોના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હોવાનું સગીરાના પરિવારજનોના ધ્‍યાને આવ્‍યું હતું.

આથી સગીરાના પિતાની ફરિયાદ પરથી કલ્‍યાણપુર પોલીસે કમલેશ જેન્‍તીભાઈ વાઘેલા સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્‍સો એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઓખામાં વરલી ભક્‍ત ઝડપાયો

ઓખાના બર્માસલ કવાર્ટર વિસ્‍તારમાં રહેતાઇમરાન ઉર્ફે ટમેટો ઇશાક ચૌહાણ નામના ૨૫ વર્ષના શખ્‍સને પોલીસે જાહેરમાં વરલી-મટકાના આંકડાનો જુગાર રમતા ઝડપી લઇ મુદ્દામાલ કબજે કર્યા હતો. 

(1:33 pm IST)