Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ભાણવડમાં માટીનો પાળો તોડી નાખવા બાબતે બે પરિવારો વચ્‍ચે બઘડાટી : સામસામા પક્ષે છ સામે ગુનો

   (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૭ : ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે રહેતા લખુભાઈ વેજાભાઈ કરથીયા નામના ૫૪ વર્ષીય સગર આધેડની વાડીના ખેતરના સેઢે ગાડા માર્ગ હોય, અહીં વરસાદી પાણીના આવે તે માટે તેમણે માર્ગમાં માટીનો પાળો કર્યો હતો. આ માટીનો પાળો તોડી પાડવામાં આવતા આ અંગે નવાગામ ખાતે રહેતા ડાયાભાઈ વેજાભાઈ કરથીયા, જયસુખભાઈ ડાયાભાઈ કરથીયા અને ભીમાભાઈ ડાયાભાઈ કરથીયા નામના ત્રણ શખ્‍સોને સમજાવવા જતા ઉશ્‍કેરાયેલા આ શખ્‍સોએ ફરિયાદી લખુભાઈ સાથે ઝઘડો કરી અને લાકડી વડે હુમલો કર્યો હતો. આટલું જ નહીં, બિભત્‍સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા

આ સમગ્ર બનાવ અંગે લપખ્‍યુભાઈ કરથીયાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસ દ્વારા કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

 સામા પક્ષે ડાયાભાઈ વેજાભાઈ કરથીયા (ઉ.વ. ૫૬,રહે. નવાગામ) એ રૂપામોરા સીમ વિસ્‍તારમાં રહેતા લખુભાઈ વેજાભાઈ કરથીયા, જયેશ લખુભાઈ કરથીયા અને નગીન લખુભાઈ કરથીયા નામના ત્રણ શખ્‍સો સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 આરોપીઓના ખેતરની બાજુમાં આવેલા ગાડા માર્ગમાં માટી નાખીને પાળો કરવામાં આવેલ હોય, જે પાળો ફરિયાદી ડાયાભાઈને ખેતરે જતા રસ્‍તામાં અડચણરૂપ હોવાથી ડાયાભાઈના પુત્રએ તે તોડી નાખ્‍યો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા બિભત્‍સ ગાળો કાઢી, લોખંડના પાઈપ તથા લાકડી વડે હુમલો કરીને ફેકચર સાહિત્‍ય ઈજાઓ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

(1:30 pm IST)