Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પરબધામના મહંત કરશનદાસબાપુના આશીર્વાદ સાથે સમાજ સેવાનું નવું આયોજન બનાવતા હરસુખ વધાસીયાR

જુનાગઢઃ ચારેક દસકા જેટલા સમયથી સમાજસેવાના ક્ષેત્ર સાથે સંકળાયેલા હરસુખભાઇ વધાસિયાએ તાજેતરમાં ભેસાણ-વિસાવદર પંથકના યુવા અગ્રણી ભુપતભાઇ ભાયાણી સાથે સોૈરાષ્‍ટ્રના પ્રસિધ્‍ધ ધર્મસ્‍થળ પરબધામની મુલાકાત લઇને મહંત કરશનદાસબાપુના આર્શિવાદ મેળવ્‍યા હતા. આ દરમિયાન તેઓએ આ વિરલ વિભૂતિ સમાન સંત સાથે મળીને સમાજ સેવા અંગેનું નવતર આયોજન ઘડી કાઢયું હતું. એક સાચા સંતનો એક આદેશ આ તમામ કામ કરી શકે છે. આ મામલે પરબના મહંત કરશનદાસબાપુ સાથે ચર્ચા થઇ છે. આગામી દિવસોમાં સમાજના દાતાઓ સાથે મળીને જરૂરિયાતમંદ પરિવારોને રોજગારી મળી રહે તેવા નવા આયામો શરૂ કરવામાં આવશે. આ માટે બાપુ દ્વારા પણ પ્રયાસો કરવાની અને સંપૂર્ણ સહકાર આપવાની હકારાત્‍મ ખાતરી આપવામાં આવી છે. ધર્મને સાથે રાખીને સમાજ સેવાના નવા આયામ શરૂ કરાશે. જેમાં જરૂરિયાતમંદ બહેનો તેમજ યુવાનોને રોજગારી પ્રાપ્‍ત થાય તથા કર્મના સિધ્‍ધાંત થકી પોતાનો, પરિવારનો અને રાષ્‍ટ્રનો ઉત્‍કર્ષ કરી શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. સમાજના ભામાશા સમાન ઉદ્યોગપતિઓ, આગેવાનો આ કાર્યમાં સહભાગ બનશે. બંને વચ્‍ચે ધર્મસંસ્‍થાઓ અને સંતો સેતુરૂપ ભૂમિકા અદા કરશે. 

(1:28 pm IST)