Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જુનાગઢના બે પીએસઆઇ સહીત ત્રણને ગર્વ એવોર્ડ એનાયત

રાજકોટ તા.ર૭ : ગાંધીનગર ટાઉન હોલમાં ગર્વ ફાઉન્‍ડેશન દ્વારા ગર્વ  વિતરણ સમારોહ યોજાયો હતો. પોલીસ વિભાગ દ્વારા દેશ સેવાની સારી કામગીરી કરવામાં આવતી હોય તેમનાથી પ્રભાવિત થઇ સંસ્‍થા દ્વારા એવોર્ડ આપી સન્‍માનીત કરવામાં આવેલ છે. દરમિયાન જુનાગઢ એલસીબી પીએસઆઇ ડી.જી.બડવા તથા સી ડીવીઝન પીએસઆઇ જે.જે.ગઢવી  તેમજ એલસીબીના પોલીસ કોન્‍સ. સાહિલ શમાને ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ સમારંભમાં પ્રદિપકુમાર અને ફિલ્‍મ અભિનેત્રી જયાપ્રદાના હસ્‍તે ગર્વ એવોર્ડ આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા આ ગર્વ એવોર્ડ માટેની પસંદગી રાજયના પોલીસવડા દ્વારા કરવામાં આવી હતી. ઉપરોકત પોલીસ કર્મીઓને જુનાગઢ રેન્‍જના ડીઆઇજી મનિન્‍દર પ્રતાપસિંહ પવાર એસપી રવિ તેજા વાસમ શેટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્‍યા હતા. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:27 pm IST)