Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જામનગરના ખંભાળિયા ધોરીમાર્ગ પર ત્રણ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: રાવલ ગામના 2 યુવાનોના મોત

મીઠાઈ ગામના પાટિયા નજીક ત્રણ કાર વચ્ચે ગંભીર અકસ્માત થતા રાવલ નગરપાલિકામાં ફરજ બજાવતા બે કર્મચારીઓના મોત

જામનગરના ખંભાળિયા ધોરીમાર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મીઠાઈ ગામના પાટિયા નજીક ત્રણ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામના બે યુવાનોના મોત થયા છે. રાવલ નગરપાલિકામાં ફરજ બજાવતા બે કર્મચારીઓના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને જામનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતક પૈકી એક યુવાન સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતો હતો.

(12:57 am IST)