Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ચોટીલા-મોલડી વચ્ચે ખાનગી બસ પલ્ટી જતા એકનું મોત : ૧ર ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૭ : ચોટીલાના મોલડી પાસે સ્પીડમાં જતી ખાનગી ટ્રાવેલ્સની મીનીબસ વળાંક ન વળતા પલટી મારી ગઇ હતી. જેમાં એક મહિલાનું દ્યટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે 20 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલે તથા વધુ સારવાર અર્થે રાજકોટ મોકલાયા હતા.

ચોટીલા હાઇવે પરના મોલડી ગામના વળાંકમાં રાજકોટ તરફ સ્પીડમાં જતી ખાનગી ટ્રાવેલ્સની ટુકડો લકઝરીનું વળાંક ન વળવાથી સ્ટીયરીંગ પર ડ્રાઇવરે કાબુ ગુમાવતા ગોથું ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વડોદરાના રહિશ મહિલા પ્રતિમાબેન હેમંતભાઈ ખત્રીનું દ્યટના સ્થળે મોત નીપજયું હતું. જયારે બસમાં સવાર 20 મુસાફરો ધાયલ થયા હતા. આ દ્યટના સમયે રાજકોટ તરફ જતા સુરેન્દ્રનગરના પોલીસવડા મહેન્દ્ર બગડીયા તેમજ એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ નિકળતા તરત જ ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી 108¨À મદદથી ચોટીલાની રેફરલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

 જયાં સારવાર બાદ 12 મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા. આ દ્યટનાની જાણ થતા ચોટીલા પીએસઆઈ એચ.એલ.ઠાકર તેમજ પોલીસ સ્ટાફ સાથે દ્યટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોની બચાવ કામગીરી અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે લકઝરીને ક્રેનની મદદથી ખસેડીને કામગીરી હાથ ધરાઈ હતી. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ હેમંતભાઇ ખત્રી એ જણાવ્યું કે અમો શનિવારે બપોરે 12 કલાકે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરીને હોટલ પર જમીને વીરપુર જવા માટે રાજકોટ સુધી આ ખાનગી મીની બસમાં બેઠા હતા. જેમાં વાતો કરવા દરમીયાન મોલડી પાસે ફૂલ સ્પીડે જતી બસ વળાંક ન વળતા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર કુમાર બગડીયા,કમાન્ડો નટુભાઈ પરમાર, સુરેન્દ્રનગર થી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે આવતા ચોટીલા પાસે નાની મોલડી ગામ નજીક ખાનગી ટ્રાંવેલ્સ બસ નુંઙ્ગ એકિસડન્ટ થયેલ જોવા મળ્યું અને આ અકસ્માત માં ટ્રાવેલ્સ માં બેઠેલા પેસેન્જરો ઇજા ગ્રસ્ત હોય એસ.પી શ્રી મહેન્દ્ર કુમાર બગડીયા સાહેબે તેમના ડ્રાઈવર ને ગાડી સાઈડ માં ઉભી રાખવા ની સૂચના આપી પોતે આ થયેલ એકિસડન્ટ વાળી જગ્યાએ ખડે પગે હાજર રહી 108 વાનને ખુદ ફોન કરી ઈજા ગ્રસ્તો પેસેન્જરોને 108 માં પ્રાથમિક સારવાર અને આગળની વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાવી પોલીસ ફર્ઝ સિવાય ઇન્સાનીયતનું ઉમદા અને સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

   ઇજા ગ્રસ્તો ને સારવાર માટે રવાના કરી પોતે રાજકોટ કામ અર્થે રવાના થયેલ . માનવતા ની મહેક અને ઇન્સાનિયત ના મિસાલ સમાં પોલીસ ડિપાર્ટમેન્ટ ના ગૌરવ સમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા  મહેન્દ્રકુમાર બગડીયા અને સાથે રહેલા તેમના કમાન્ડોઝ તેમજ ડ્રાઇવર ને દિલ થી સલામ લોકો દવારા કરવા માં આવી હતી.

(1:27 pm IST)