Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બાબરાના ખાનપરામાં પત્નિના વિયોગમાં પતિ પ્રવિણ મકવાણાનો આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૨૭ :. બાબરાના ખાનપરામાં રહેતા પ્રવિણ ઠાકરશીભાઈ મકવાણા (ઉ.વ. ૨૪) નામના યુવાનની પત્નિ મૃત્યુ પામી હોય જે વિયોગ સહન ન થતા વાડીએ જઈ રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થતા બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બાબરામાં કાર હડફેટે બાઈક ચાલકનું મોત

બાબરામાં અમરાપરમાં રહેતા પંકજભાઈ દુલાભાઈ મગતપરા નામના યુવાન રાજકોટ રોડ ઉપર આવેલ મહાસાગર હોટલ આગળ પોતાનું બાઈક લઈ જઈ રહ્યા હતા ત્યારે એક અજાણી ફોરવ્હીલ કાર ચાલકે તેને હડફેટે લઈ તેનુ મોત નિપજાવી ફરાર થઈ ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

વિકટરમાં રેતી ચોરી

રાજુલાના વિકટરમાં સહયોગ હોટલ નજીક અંકુર સોમાત બાંભણીયા નામના શખ્સને લીઝ વગર રેતી ૪ ટન તથા ટ્રેકટર, ટ્રોલી મળી કુલ કિં. રૂ. ૩૫૨૧૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

(1:21 pm IST)