Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સુરતનાં અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાં બાળકો અને બોરસદ નજીક અકસ્માતનાં મૃતકોને પૂ. મોરારીબાપુની સહાય

 ભાવનગર : ગત તારીખ ર૪ ને દિવસે સુરત ખાતે એક ટયુશન કલાસમાં આગ લાગવાની દુર્ઘટના થઇ હતી જે સમગ્ર ગુજરાતનાં સંવેદનશીલ લોકોને માટે ઉંડા આઘાતની વાત છે. એ ઘટનામાં ર૩ બાળકોને પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં. એ તમામ મૃતક બાળકોનાં સ્વજનોને શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે શ્રી ચિત્રકુટધામ દ્વારા મોરારીબાપુએ પ્રત્યેકને રૂપીયા પાંચ હજારની સહાય તથા તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. આ ઘટનામાં માર્યા ગયેલાં બાળકોનાં પરિવારજનોને તે રકમ રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવી છે. એ જ પ્રમાણે તારીખ ર૧ ના રોજ બોરસદ નજીક એક અન્ય માર્ગ દુર્ઘટનામાં ૧૧ યુવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. એમનાં પરિવારજનોને પણ પાંચ-પાંચ હજારની સહાયતા રાશી મોકલવામાં આવશે. જે રાશી પણ રામકથાના શ્રોતાઓ દ્વારા મોકલવામાં આવનાર છે. બન્ને ઘટનાઓની કુલ રાશી રૂપિયા એક લાખ સીતેર હજાર થાય છે. આ બન્ને ઘટનાઓમાં માર્યા ગયેલા તમામ મૃતકોના પરિવારજનોને મોરારીબાપુએ દિલસોજી પાઠવી છે અને તેમનાં નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

(11:59 am IST)