Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

તળાજામાં હજારો કિલો કેસર કેરીના નામે ભેળસેળીયા રસનું વેચાણ

હજુ કેસર કેરીની આવક નથી છતાંય ૬૦-૭૦ ના ભાવે રસ વેચીને થઈ રહ્યા છે આરોગ્ય સાથે ચેડાં

ભાવનગર, તા.૨૭: તળાજાની બજારમાં દરરોજના હજારો કિલો કેસર કેરીના નામે ભેળસેળ યુકત કેરીનો રસ વેંચાઈ રહ્યો છે.સડેલી કેરી,એસેન્સ સહિતની વસ્તુઓ ભેળવી કેરીના રસના સ્વાદના શોખીનોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડાં. દરરોજ અહીં વાહનો ભરીને રસ આવી રહ્યો છે તો બીજી તરફ અહીજ રસનું ઉત્પાદન કરીને વાહનો ભરીને સૌરાષ્ટ્ર નાઅનેક વિભાગોમા હજારો લીટર રસ મોકલવામાં આવી રહ્યો છે.

હજુ બજારમાં કેસર કેરીની આવક સાવ પાંખી અથવાતો કહી શકાય કે નહિવત છે. જે કેરી આવી રહી છે તે રૂપિયે એકસોની કિલો વેંચાઈ રહી છે.  એ પણ કારબેટ કે અન્ય પડીકીઓથી પકવેલી. જાણકારોના મંતવ્ય પ્રમાણે એકકીલો કેરી માંથી ગોઠલા અને છાલ કાઢી નાખોતો પાંચસો ગ્રામ જેટલો રસ માંડ નીકળે. તેમ છતાંય બજારમાં કેસર કેરીના સ્વાદ જેવો રસ ૬૦ થી૭૦ રૂપિયે કિલો વેંચાઈ રહ્યો છે. જેને લઈ સ્વભાવિકજ શંકા ઉપજે છેકે કેસર કેરીના નામે ભેળસેલ ઉકત લોકોના આરોગ્યને નુકશાન પહોંચે તેવો રસઙ્ગ લોકોના આરોગ્યને લગતા કાયદાના દર વગર તંત્રના જાને છુપા આશીર્વાદ હોય તેમ વેંચાઈ રહ્યો છે.રોજનો હજારો કીલો.

તળાજામાં મહુવા થી ગાડીઓ ભરાઈને દરરોજ ખુલ્લા વાહનોમાં રસ ન કેરબા આવેછે.તો બીજી તરફ તળાજામાં પણ દરરોજ હજારોકીલો રસ બને છે અને સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં પહોંચાડવામાં આવેછે.બધુજ સરાજાહેર વેચાતું લઈ જવાતું હોવા છતાંય તંત્રના ધ્યાને ન આવેટવાત આમ.જનતાને ગળે ઉતરતી નથી. આથી સંબધિત તંત્ર સામેપન લોકો સ્વભાવિકજ શનકાની સોઈ તાની રહ્યા છે.

કેરીની પીઠના અનુભવી કહેછેકે ચાંદીયા વાળી સડેલી, કોઇપણ જાતની કેરી કે અન્ય ફળ ખરીદી તેને મિક્ષ કરી કેસર કેરીજેવો કલર થઈ જાય તેવો બજારમાં કલર મળે છે તે ને એસેન્સ મિક્ષ કરવામાં આવેછે.જે ખાવામાં ઓરીજનલ કેસર કેરીનો રસ ખાતા હોય તેવું લાગેછે.

દરરોજનો લાખો રૂપિયાનો વ્યવસાય પણ સરકારને આવકના નામે મીંડું !?

તળાજા વિસ્તારમાંથી દરરોજ વાહનો ભરીનેકેરીનો રસ સૌરાષ્ટ્રના અનેક તાલુકા સેન્ટર સુધી પહોંચે છે. ત્યાંથી ફેરિયાઓ દ્વારા નાના અંતરીયાળ ગામડાઓ સુધી પહોંચે છે. વાહનો ભરીને લઈ જવાતો ભેળસેળ યુકત રસ દરરોજનું લાખો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવે છે. પરંતુ સરકાર ની તિજોરીમાં ટેકસ ના નામે મીંડું અથવાતો નજીવી રકમ.જમા થતી હશે. કારણકે ભેળસેળ રસનો કારોબાર બ્લેકમાં થતો હોવો જોઈએ. તો બીજી તરફ મહુવાથી પણ અહીં દરરોજ ખુલ્લા વાહનોમાં કોઈપણ જાતની રોકટોક કે ચેકિંગ વગર પહોંચે છે. જાણકારોના મંતવ્ય પ્રમાણે મહુવાનો શિંખડ પણ તળાજા ઉપરાંત રાજુલા ઉના પંથકના ગામડાઓમાં ગાડીઓ ભરીને દબા મોકલવામાં આવેછે.

તળાજામાં હજારો કિલો રસ બનેછે પણ બનાવનારાઓ કયારેય પીઠમાં કેરી ખરીદતા જોવા નથી મળ્યા!

તળાજામાં દરરોજનો હજારો કિલો રસ બનતો હોવાની અને એ રસ છેક જૂનાગઢ, સોમનાથ જિલ્લા ના ગામડાઓમાં પહોંચે છે તેવી વાત છે. જે લોકો દરરોજ હજારો કિલો રસ બનાવી રહ્યા છે તે લોકો તળાજાની પીઠમાંથી કયારેય જે પ્રમાણે રસ સપ્લાય કરી રહ્યા છે તેટલી માત્રામાં કેરી ખરીદતા જોવા મળ્યા નથી.

(11:45 am IST)