Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ઉનાની બેન્ક શાખામાં વધુ કેસ બારી ખોલવા તથા પૂરતા સ્ટાફની નિમણૂંક કરવા માંગણી

ઉના, તા. ર૭ : બેન્ક ઓફ બરોડાની શાખામાં બીજી કેસ બારી શરૂ કરવા તથા ઘટતા સ્ટાફની નિમણૂંક કરવા માંગણી ઉઠી છે. નાણા ભરવા અને ઉપાડવા આવતા ગ્રાહકોને એક કેશ બારીની મોટી લાઇનમાં ઉભા રહેવું પડતું હોય ગ્રાહકો પરેશાન થઇ ઉઠયા છે.

એસ.ટી. બસ સ્ટેશન બેન્ક ઓફ બરોડાની શાખામાં સ્ટાફ ઓછો હોવાથી કેસ બારી રૂપિયા લેવા તથા આપવા માટે એકજ કર્મચારી હોય છે તેથી આ બેન્કમાં રોકડા રૂપિયા ભરવા તથા ઉપાડવા આવતા ગ્રાહકોની મોટી લાઇન લાગે છે. કલાકો સુધી ઉભા રહેવું પડે છે. વારંવાર ઘર્ષણ થાય છે તો તુરંત કેસ લેવાની, આપવાની બે બારી શરૂ કરવા તથા ઘટતા કર્મચારીઓની ભરતી કરવા માંગણી ગ્રાહકો કરી રહ્યા છે. ભારતની બીજા નંબરની વધુ શાખા ધરાવતી બેન્કમાં સુવિધા વધારવા ગ્રાહકોની માંગણી ઉઠી છે.

(11:44 am IST)