Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

૩ વર્ષથી આંબામાં કેરી નહિં આવતા કણઝાનાં ખેડૂતનો આપઘાત

વૃદ્ધ ધરતીપુત્રએ ઝેરી દવા ગટગટાવી મોતને મીઠું કર્યું

જુનાગઢ તા.ર૭: ૩ વર્ષથી આંબામાં કેરી નહિ આવતા કણઝાનાં વૃદ્ધ ખેડૂતે આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં કણઝા ગામે રહેતા વલ્લભભાઇ આંબાભાઇ ભલાણી પટેલ (ઉ.વ.૭૦) નામના વૃદ્ધે આંબાનો બગીચો કર્યો હતો.

પરંતુ બગીચામાં આંબામાં ૩ વર્ષથી કેરી આવતી ન હતી. જેથી આંબાની માવજત, જંતુનાશક જવા વગેરે ખર્ચને લઇને વાલજીભાઇ અને તેનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાય ગયો હતો.

આખરે ધરતીપુત્ર વાલજીભાઇ ભલાણીએ ગઇકાલે સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને તાત્કાલિક વંથલી સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. જયાં ફરજ પરના તબીબે વૃદ્ધ ખેડૂતને મૃત જાહેર કર્યા હતા. આમ, વધુ એક ખેડૂતે ખેત ઉત્પાદનને લઇ મોતની સોડ તાણી લેતા ગમગીની વ્યાપી ગઇ છે. વંથલી પોલીસે મૃતદેહનું પીએમ કરાવીને આગળની તપાસ હાથ ધરી છે.(૧.૧૦)

(11:40 am IST)