Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

જુના ભાગીદારને ત્યાં લગ્ન પ્રસંગમાં જતા પરિવારને માળીયામિંયાણા પાસે અકસ્માત : દંપતિ - બે ભાઇઓ સહિત ૬ના મોતથી અરેરાટી

મૃતકોમાં ગાંધીનગર અને ખેડબ્રહ્માના પટેલ પરિવારના સભ્યો : એક મહિલા ગંભીર હાલતમાં સારવારમાં : વધુ એક વખત હાઇવે રકતરંજીત થયો

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકો, અકસ્માતગ્રસ્ત વાહનો તથા ઘટનાસ્થળે લોકોના ટોળા નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ - મોરબી, રજાક બુખારી - માળીયા મિંયાણા, વિનોદ ગાલા - ભુજ, ફઝલ ચૌહાણ - વઢવાણ)

ભુજ - મોરબી - માળીયામિંયાણા - વઢવાણ તા. ૨૭ : કચ્છથી અમદાવાદ અને રાજકોટને જોડતા માળીયા હાઇવે ઉપર બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કુલ ૬ નો મોત નિપજયા છે. ખેડબ્રહ્મા સાબરકાંઠા (અમદાવાદ) હાઇવે થી કચ્છ તરફ આવતી કચ્છના પાટીદાર પરિવારની શેવરોલેટ કાર અને ગાંધીધામ (કચ્છ)થી અમદાવાદ તરફ જઈ રહેલ આઈ ટવેન્ટિ કાર નેશનલ હાઇવે ના ડિવાઈડર ટપીને સામસામે અથડાતાં આ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.

માળીયા પોલીસમાંથી મળેલી માહિતી મુજબ આ માર્ગ અકસ્માતમાંઙ્ગ કુલ ૬ ના મોત થયા છે. મૃતકોમાં બે સગા ભાઈઓઙ્ગ (૧) સર્વીનભાઈ કિરીટ શાહ અને (૨) ચિરાગભાઈ કિરીટ શાહ (બન્ને હાલે અમદાવાદ સ્થાયી થયા છે. પણ ગાંધીધામમાં વ્યવસાય ધરાવે છે.) તેમ જ કચ્છના નખત્રાણા તાલુકાના નારણપર ગામના રામાણી પરિવારના પતિ પત્ની (૩) નરશીભાઈ હંસરાજ પટેલ (૪) નર્મદાબેન નરશી પટેલ (૫) હરિભાઈ દેવજી પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જયારે (૬) દેવકીબેન નારાણ પટેલનું મોરબી ખસેડાયા બાદ સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. હજી એક મહિલા વિમળાબેન હરિભાઈ પટેલ ગંભીર ઇજાગ્રસ્ત છે અને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ છે.

આ ઘટનાની જાણ થતાં જ મોરબી ડીએસપી ડો.કરણરાજ વાઘેલા અને પોલીસ ટિમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતના આ સમાચારે કડવા પાટીદાર સમાજ સહિત સમગ્ર કચ્છમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગમખ્વાર અકસ્માતમાં પટેલ પરિવાર અમદાવાદથી કચ્છ લગ્નમાં જતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે કચ્છના દહીંસરા ગામેં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો કારનું ટાયર ફાટકા કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ અન્ય કાર સાથે અથડાઈ હતી અને કચ્છથી અમદાવાદ તરફ જતા બે ભાઈઓના મોત થયા હતા.

માળિયા હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે માળિયા કચ્છ અને માળિયા હળવદ હાઈવે અકસ્માતો માટે કુખ્યાત બની ગયા છે તો આજે સર્જાયેલા અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારના બુકડા બોલી ગયા હતા જેથી કારની હાલત જોઇને જ અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો તો હાઈવે પરથી પસાર થતા લોકો પણ કારની હાલત જોઇને સ્તબ્ધ બની ગયા હતા.ઙ્ગઙ્ગઙ્ગ

અકસ્માતની જાણ થતા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ એસપી કરનરાજ વાઘેલા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ ઘટનાની જાણ આજુબાજુ ગામના લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળા જોવા મળ્યા હતા. આમ માળીયા હાઇવે પર યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ એકી સાથે છ વ્યકિતને આ કારના અકસ્માતે ભરકી લેતા હાઈવે મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો આ જગ્યા પર અનેક અકસ્માતો ગવાહી પુરતા હોવાની પણ લોકચર્ચા થઈ હતી આમ વધુ એક વખત હળવદ હાઈવે રકતરંજીત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

(11:25 am IST)